રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કોંગ્રેસના જ MLAએ સવાલ ઉઠાવ્યા, હાર માટે કોને ગણાવ્યા જવાબદાર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. પાર્ટીને માત્ર 17 સીટ મળી છે. કોંગ્રેસના આ 17 ધારાસભ્યોમાંથી એક માત્ર મુસ્લિમ ઉમેદવારને જીત મળી છે. જ્યારે ભાજપને 182માંથી 156 સીટ પર એકલા જ જીત મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં પણ 5 સીટો આવી છે. ત્યારે ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સોમવારે ગુજરાત કોંગ્રેસના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર સવાલ
ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા, જેને એક વર્ષ પહેલા આયોજિત કરવાની હતી. તમારે આ દિલ્હીમાં પૂછવું જોઈએ કો આ યાત્રા ગુજરાત થઈને કેમ ન નીકળી. પાર્ટીએ ગુજરાત પર ધ્યાન આપવું જોઈતું હતું. જે રીતે ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓને અહીં ઉતાર્યા હતા, કોંગ્રેસે પણ આમ કરવું જોઈતું હતું. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ ધારાસભ્યએ ચૂંટણીમાં મળેલી હાર બાદ ભારત જોડો યાત્રાને જવાબદાર ગણાવી છે.

ગુજરાતમાં રેલી ન આવતા કોંગ્રેસને નુકસાન
ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની રેલી અહીંયા થવી જોઈતી હતી. તેઓ ન આવ્યા, જેમનું અમને નુકસાન થયું. આ સાથે જ ઈમરાને કહ્યું કે, મને લાગે છે કે અમે અમારા ઘોષણાપત્રને લોકો સુધી સારી રીતે પહોંચાડી શક્યા હોત. પાર્ટીના મેનેજમેન્ટમાં કોઈ ખામી હતી, જેના કારણે આ લોકો સુધી ન પહોંચી શક્યા.

ADVERTISEMENT

કોંગ્રેસના વોટ વિભાજીત થઈ ગયા
આ સાથે જ ખેડાવાલાએ કહ્યું કે, આ વખતે કોંગ્રેસના વોટ વહેંચાઈ ગયા, જ્યારે ભાજપના વોટ સ્થિર રહ્યા. જે લોકો ભાજપથી અસંતુષ્ટ હતા, તેમણે પોતાનો વોટ AAPને આપી દીધો. મારી સીટ પર AIMIMના ઉમેદવારે નુકસાન પહોંચાડ્યું જેના કારણે મારા 15000 વોટ ઓછા થયા. AAPએ પોતાનો ચૂંટણી પ્રચાર બહારના લોકો પાસેથી કરાવ્યો.

    follow whatsapp

    ADVERTISEMENT