Pakistan: ઈમરાન ખાનના ઘરે વોરંટ લઈને પહોંચી પોલીસ, ધરપકડના ડરથી ઘર છોડીને ભાગી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચેલી ઈસ્લામાબાદ પોલીસ ખાલી હાથે પરત ફરી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ ઇમરાન ખાનને લાહોરના જમાન પાર્ક ખાતેના તેમના નિવાસ સ્થાને શોધી શક્યા નથી. વાસ્તવમાં 28 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે. ઈમરાન પર આરોપ છે કે તેમણે વિદેશથી મળેલી ભેટને સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને તેનો ઉપયોગ પોતાના માટે કર્યો અને તેને બજારમાં વેચી દીધી. આ મામલામાં પાકિસ્તાનના ચૂંટણી પંચે પણ ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા છે. ફવાદ ચૌધરી, યાસ્મીન રાશિદ, અસદ ઉમર, એજાઝ ચૌધરી અને શાહ મહેમૂદ કુરેશી સહિતના વરિષ્ઠ પીટીઆઈ નેતાઓ ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં તેમના નિવાસસ્થાને છે.

ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે પોલીસ પહોંચી
ઈસ્લામાબાદ પોલીસ પીટીઆઈ ચીફની ધરપકડ કરવા લાહોર ગઈ હતી. ત્યારે પોલીસે કહ્યું હતું કે તમામ કાયદાકીય જરૂરિયાતો પૂરી થયા બાદ જ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે. આના પર ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ ધરપકડના સમાચાર પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો શાહબાઝ શરીફની સરકાર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ પગલાં લેશે તો દેશની સ્થિતિ બગડી જશે.

ઈમરાન ખાનના ટ્વીટ પર શાહબાજનું નિશાન
પોલીસના ડરથી ફરાર થયેલા ઈમરાન ખાને ટ્વીટ કર્યું છે કે, પાકિસ્તાન ‘બનાના રિપબ્લિક’ બની ગયું છે. તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે કોઈ દેશ પર શાસકો તરીકે બદમાશો લાદવામાં આવે ત્યારે તેનું ભવિષ્ય શું હોઈ શકે? શાહબાઝ શરીફ ને NAB (નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો) દ્વારા રૂ. 8 બિલિયનના મની લોન્ડરિંગ અને FIA (ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા રૂ. 16 બિલિયનના ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવવામાં આવનાર હતા, પરંતુ જનરલ બાજવાએ તેમને બચાવી લીધા હતા. તેઓ એનએબીની સુનાવણી ટાળતા રહ્યા.

ADVERTISEMENT

પાકિસ્તાનને બનાના રિપબ્લિક બતાવ્યું
પીટીઆઈ ચીફે કહ્યું કે, જ્યારે ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે શાહબાઝને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઈમરાને આરોપ લગાવ્યો હતો કે, શહબાઝ શરીફ 16 અબજ રૂપિયાના ભ્રષ્ટાચાર અને 8 અબજ રૂપિયાના મની લોન્ડરિંગના મામલામાં તેમનું નામ કાયમી ધોરણે સાફ કરવા માટે FIA અને હવે NABના વડાઓની નિમણૂક કરી રહ્યા છે, જે આ કેસોની તપાસ કરી રહી છે. આ રીતે કોઈ દેશ બનાના રિપબ્લિક બની જાય છે.

ફવાદ ચૌધરીએ સરકારને ધમકી આપતા કહ્યું કે, ઈમરાન ખાનની ધરપકડ કરવાનો કોઈપણ પ્રયાસ પરિસ્થિતિને ગંભીરતાથી વણશે. હું આ અસમર્થ અને પાકિસ્તાન વિરોધી સરકારને ચેતવણી આપવા માંગુ છું કે તે દેશને વધુ મુશ્કેલીમાં ન નાખે અને સમજદારીથી કામ કરે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને જમાન પાર્ક પહોંચવા માટે પણ આહ્વાન કર્યું. ઈમરાન ખાનના ઘરની બહાર સમર્થકોની ભારે એકઠી થઈ ગઈ છે. લોકો નારા લગાવી રહ્યા છે અને પોલીસનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈપણ કિંમતે ઈમરાન ખાનની ધરપકડ થવા દેશે નહીં. ટોળાના આક્રમક વલણને જોતા ઈસ્લામાબાદ પોલીસે લાહોર પોલીસની મદદ માંગી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT