વિધાનસભાન ચૂંટણી પહેલા મહત્વના સમાચાર, ગુજરાતમાં લાગુ થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ

ADVERTISEMENT

bhupendra patel
bhupendra patel
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગી શકે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડની રમત રમી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એક કમિટીની રચના કરી શકે છે. જે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ આ સમિતિની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે બપોરે જાહેરાત કરી શકે છે. રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ભલામણ કરશે. કેબિનેટ બેઠક બાદ એક કમિટીની રચના કરવામાં આવશે

માર્ચ 2022માં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડમાં સમાન નાગરિકા સંહિતા એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે આ નિર્ણયને સર્વસંમતિથી પોતાની સહમતિ નોંધાવી છે અને હવે બહુ જલ્દીથી વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવશે અને રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે.

ADVERTISEMENT

શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.

  • ભારતમાં રહેતા દરેક લોકો માટે એકસમાન કાયદો
  • કાયદાની નજરમાં બધા એકસમાન હશે
  • લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એકસરખા હશે
  • ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એકસમાન રહેશે
  • દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે
  • લગ્ન, છૂટાછેડા અને જમીનના ભાગલામાં એક જ કાયદો લાગુ થશે

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT