અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલની મહત્વની સિદ્ધિ, NAAC દ્વારા 4 માંથી 3.44 પોઈન્ટ મેળવનાર દેશની એકમાત્ર સરકારી ડેન્ટલ હોસ્પિટલ
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે આરોગ્ય સુવિધાને લઈ વધુ સતર્ક જોવા મળી રહી છે. આ દરમિયાન ગુજરાતની આરોગ્યની સુવિધામાં સતત વધારો…
ADVERTISEMENT
દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે આરોગ્ય સુવિધાને લઈ વધુ સતર્ક જોવા મળી રહી છે. આ દરમિયાન ગુજરાતની આરોગ્યની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ સુવિધાને લઈ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને NAAC દ્વારા A+ ગ્રેડ સાથે 5 વર્ષ માટે પ્રતિષ્ઠિત માન્યતા એનાયત કરવામાં આવી છે. ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે NAAC દ્વારા 4.00 માંથી માન્યતા પ્રક્રિયામાં 3.44 પોઈન્ટ મેળવનાર દેશની એકમાત્ર સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલ બની છે.
NAACની ટીમ દ્વારા તા.4 અને 5 જાન્યુઆરી-2023 ના રોજ અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી. જેમાં વિવિધ પાસાઓને ધયને લઈ અને ગ્રેદ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલ અને કૉલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પધ્ધતિ તેમજ ડેન્ટર વિષયોમાં અભ્યાસક્રમોને લગતી સંલગ્ન શૈક્ષણિક તથા મૂલ્યાંકન પધ્ધતિઓ ડેવલપ કરવી, ડેન્ટલ આરોગ્યમાળખાને ઉચ્ચસ્તરીય બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોને ધયને લેવામાં આવ્યા છે. તથા સંશોધનોને વધુ પ્રાધાન્ય આપી વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન પાપ્ત થાય તે દિશામાં સંસ્થાએ કરેલા પ્રયાસોને ધયને લેવાય હતા. આ ઉપરાંત સંસ્થાના માળખાકીય અને વહીવટી માળખાને ઉચ્ચસ્તરીય બનાવવાની દિશામાં કરવામાં આવેલ કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ ગ્રેડ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન કહ્યું, તમામ લડત લડવા તૈયાર
ADVERTISEMENT
5 વર્ષમાં 7.15 લાખ દર્દીએ મેળવી સારવાર
અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલમાં વર્ષ 2022 માં 1,31,771 દર્દીઓ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં અંદાજીત 7,15,000 દર્દીઓએ દાંત, મ્હોં સંબંધિત સમસ્યાનું સફળતાપૂર્ણ નિદાન અને સારવારનો લાભ મેળવ્યો છે. આ પાંચ વર્ષ દરમિયાન હોસ્પિટલમા દાખલ દર્દીઓમાંથી 792 જટીલ અને 4549 સામાન્ય આમ કુલ 5341 જેટલી સર્જરી હોસ્પિટલના તબીબો દ્વારા સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT