મહીસાગરમાં ગુજરાત તકના અહેવાલની અસર, ટેકાના ભાવે ડાંગર વેચવા જનાર ખેડૂતને પડતી તકલીફો આવ્યો અંત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગરઃ ગુજરાતત તક પર દર્શાવેલા અહેવાલની જોરદાર અસર જોવા મળી છે. ટેકાના ભાવે ડાંગર આપવા માટે કડકડતી ઠંડીમાં રાતભર રસ્તા પર ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા હતા. ગુજરાત તકે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેના કારણે મહીસાગર જિલ્લા પૂરવઠા નિગમને રેલો આવ્યો છે. પૂરવઠા નિગમે વધુ ચાર કેન્દ્ર ડાંગર ખરીદવા માટે કાર્યરત કરવામાં આવ્યા છે.

શું હતો ખેડૂતોને કડકડતી ઠંડીમાં ઉભા રહેવાનો મામલો
મહીસાગર જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે અને જિલ્લામાંથી 5226 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર આપવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 2303 ખેડૂતોની ડાંગર ખરીદી લેવામાં આવી છે અને બાકી રહેલા 2923 ખેડૂતો આગામી દિવસોમાં ડાંગરની ખરીદી કરી લેવામાં આવશે સરકાર દ્વારા ડાંગર નો ટેકનો ભાવ 408 રૂપિયા પ્રતિમણ છે. જ્યારે બજારમાં ડાંગરનો ભાવ 310 થી 340 રૂપિયા જેટલો છે. જેથી ખેડૂતોને બજાર કરતા ડાંગરનો સારો ભાવ મળતો હોવાથી ટેકાના ભાવે ડાંગર વેચવા માટે જિલ્લાના લુણાવાડામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન બાદ કેન્દ્ર પરથી મેસેજ દ્વારા ખેડૂતોને પોતાની ડાંગર આપવા માટે જાણ કરવામાં આવતા ખેડૂતો લુણાવાડા એપીએમસી કેન્દ્ર પર પોતાનો પાક લઇને પહોંચ્યા હતા. ત્યારે પુરવઠા વિભાગ અને તાલુકા કક્ષાએ સંકલનના અભાવે તમામ ખેડૂતોને વેચાણના મેસેજ મોકલવામાં આવતાં લાંબી લાઇનો જોવા મળી છે જેથી કકડતી ઠડીમાં રાત ભર એપીએમસી બહાર ખેડૂતોને પોતાની ડાંગર સાથે વાહનો જોડે રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે કકડતી ઠંડીમાં અમારા સંવાદદાતા વીરેન જોશીએ ખેડૂતો સાથે ખેડૂતોને ટેકાના ભાવે ડાંગર વેચાણ માટે પડતી તકલીફોને લઈને ખેડૂતો સાથે વાત કરી હતી અને આ સમગ્ર અહેવાલ ગુજરાત તકમાં પ્રસારીત થતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

આ પણ વાંચો: પાવાગઢઃ પંચ મહોત્સવમાં પાંખી હાજરી પછી પાસ વગર એન્ટ્રીનો નિર્ણય, ઉજવણીના ખર્ચા પડ્યા માથે

ADVERTISEMENT

ગુજરાત તકના અહેવાલની અસર
ગુજરાત તકના અહેવાલ બાદ પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર કે. આર. દેવલે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને ટેકાના ભાવે ડાંગર આપવામાં અગવડ પડે છે અને આ અગવડ દૂર કરવા લુણાવાડામાં દેગમડાં, સિગ્નલી, મલેકપુર તેમજ લુણાવડા શહેરમાં એમ કુલ ચાર સેન્ટર વધારે કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં બે સેન્ટર આજથીજ કાર્યરત કરી દીધા છે અને વધુ બે સેન્ટર આવતી કાલે સવારથી કાર્યરત થઈ જશે જેથી હવે ખેડૂતો પોતાની ડાંગર આપવા માટે હેરાન ગતિ સહન નહિ કરવી પડે અને ખેડૂત સરળતાથી પોતાની ડાંગર નવા શરૂ કરેલ સેન્ટર પર આપી શકશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT