વડોદરામાં ગેરકાયદેસર ‘વ્હાઈટ હાઉસ’ પર ‘દાદા’નું બુલડોઝર ફરી વળ્યું, પળવારમાં ધરાશાયી થયો વૈભવી બંગલો
દિગ્વિજય પાઠક/ વડોદરા: શહેરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બની ગયેલા વ્હાઈટ હાઉસ બંગલો ઉપરાંત અન્ય બાંધકામોના ડિમોલેશનનું કામ આજે મહારપાલિકા દ્વારા હાથ ધરાયું હતું. રૂ.100…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક/ વડોદરા: શહેરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બની ગયેલા વ્હાઈટ હાઉસ બંગલો ઉપરાંત અન્ય બાંધકામોના ડિમોલેશનનું કામ આજે મહારપાલિકા દ્વારા હાથ ધરાયું હતું. રૂ.100 કરોડની સરકારી જમીન કૌભાંડ પચાવી પાડી ભૂમાફિયાઓએ ઉપર બંગલો બનાવી દીધો હતો. ત્યારે કલેક્ટરે અગાઉ બે વખત પ્રશાસન તરફથી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા નોટિસ ફટકારી હતી. જોકે તેમ છતાં દબાણ દૂર ન થતા આજે સવારે 10 વાગ્યે મહાપાલિકાની ટીમ 3 જેસીબી મશીન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.
કરોડોના ખર્ચે બનેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું
સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા બંગલો બનાવી દેવામાં આવ્યો હતો. જે એકદમ તૈયાર થઈ ગયો હતો અને અંદર ફર્નીચરનું પણ કામકાજ ચાલી રહ્યું હતું. ઉપરાંત આ વ્હાઈટ હાઉસની નજીકમાં બંગલા બની રહ્યા હતા અને તેના દસ્તાવેજ પણ કરી નાખ્યા હતા. આજે પાલિકાની ટીમે ગેરકાયદેસર બાંધકામ તોડવાનું શરૂ કરતા ભૂમાફિયા હાઈકોર્ટનો સ્ટે લઈ આવ્યા હતા. જેથી બપોરે 12.30 વાગ્યા બાદ ડિમોલેશનની કામગીરી બંધ કરી દેવાઈ હતી. જોકે ફરી હાઈકોર્ટે ઓર્ડર કરતા 2.30 વાગ્યા પછી દબાણ હટાવવાનું કામ શરૂ કરાયું હતું.
વૈભવી વ્હાઇટ હાઉસ પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર
વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ આલીશાન વ્હાઇટ હાઉસને બુલડોઝરથી જમીનદોસ્ત કરી દેવાયું. જઓ Video #Vadodara #WhiteHouse #WhiteHouseDemolition #GTVideo pic.twitter.com/FVWjHqD0Uz
— Gujarat Tak (@GujaratTak) February 15, 2023
ADVERTISEMENT
આ પણ વાંચો: બોલો… મોબાઈલનો IMEI નંબર પણ બદલી નાખતો હતો આ શખ્સ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
4 કાચા બંગલા અને 1 પાકું મકાન તોડાયું
સમગ્ર મામલે સીટી સર્વિસ સુપ્રિટેન્ડન્ટ આશિષ મોદીએ જણાવ્યું હતું કે, ટીપી 3 દંતેશ્વરના ફાઈનલ પ્લોટ 841, 879 અને 873માં સરકારી જમીનમાં દબાણ થયું છે તે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે VMC તરફથી JCB અને દબાણ ખાતાની ટીમો ફાળવવામાં આવી છે. MGVCL તરફથી તેમની ટેકનિશીયન ટીમો ફાળવાઈ છે. જ્યાં સુધી દબાણ નહીં તુટે ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. 4 કાચા મકાન અને 1 કાપા મકાનને તોડવાની કામગીરી હાલ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
ભૂ-માફિયાઓની દબંગાઇ સામે ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
વડોદરામાં વ્હાઈટ હાઉસ આસપાસની આવેલી અંદાજિત 100 કરોડની જમીન પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો જેસીબીથી દૂર કરવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી.#Vadodara #Demolition #GTVideo pic.twitter.com/opsfTtjBqJ
— Gujarat Tak (@GujaratTak) February 15, 2023
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
વડોદરાના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન પર ગેરકાયદેસર પોતાના નામે કરીને વૈભવી બંગલાની સ્કીમ બહાર પાડવામાં આવી હતી. આરોપી સંજયસિંહ પરમારની ક્રાઈમ બ્રાન્ચે મેળવેલી રિમાન્ડમાં આ બાબત સામે આવી હતી. ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાના 3 કર્મચારીઓની પણ તેમાં સંડોવણી હતી. તેઓ પણ હાલમાં જેલમાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT