હાર્દિકની ભાજપમાં પણ “અવગણના”, ગુજરાત ગૌરવ યાત્રામાંથી કપાયું નામ

ADVERTISEMENT

hardik patel
hardik patel
social share
google news

અમદાવાદ: ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપનો ખેસ ધારણ કર્યો. અને કારણ ધાર્યું હતું કે પક્ષમાં અવગણના અને કોઈ કામ નથી સોંપતું ત્યારે હવે ભાજપમાં જોડાય બાદ હાર્દિક પટેલની સ્થિતિ હતી તે જ સ્થિતિમાં હાર્દિક પટેલ ફરી મુકાયા છે. ભાજપની આવતીકાલથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હાર્દિક પટેલનું આ યાત્રાના પ્રસ્થાનમાં નામ હતું જેને કાઢી નાખવામાં આવ્યું છે.

ચૂંટણી પહેલા ભાજપ અનેક વખત યાત્રાનું આયોજન કરી ચૂકી છે ત્યારે ફરી એક વખત ભાજપ તા.12 થી 20 ઓક્ટોબર વચ્ચે બેચરાજીથી માતાના મઢ સુધીની એક ગૌરવ યાત્રા શરુ થવા જઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પોતે આ યાત્રાને ફ્લેગ ઓફ કરાવવા આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાનો ચૂંટણી જંગ જયારે ડિસેમ્બરમાં હોય એ પહેલા જ ભાજપનો જુથવાદ સામે આવ્યો છે. હાર્દિક પટેલનું નામ કાપવામાં આવ્યું છે. બહુચરાજીથી મહેસાણાની યાત્રાના પ્રસ્થાનમાં નીતિન પટેલ સાથે હાર્દિક પટેલનું નામ લખવામાં આવ્યું હતું. આ નામ દૂર કરી અને નીતિન પટેલ સાથે ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદજી ઠાકોરનું નામ લખવામાં આવ્યું છે. ભાજપે બીજી યાદી જાહેર કરતાં કહ્યું કે, નવી સુધારેલી યાદી. એટલે કે ભાજપે જાહેર કર્યું કે યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કદ પ્રમાણે વેતરાયો હાર્દિક 
વર્ષ 2017ની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં અચાનક ભાજપનો માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ એક બાદ એક રાજકારણના પગથિયાં છડતો ગયો. કોંગ્રેસમાં જોડાય બાદ સ્ટાર પ્રચારક અને ત્યાર બાદ તેમણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પાટીદાર આંદોલન સમિતિના યુવા નેતા અને કોંગ્રેસમાંથી થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયેલા. હાર્દિક પટેલને ભાજપમાં નેતાઓની યાદીમાં કદ પ્રમાણે વેંતરી નખવામાં આવ્યા છે. હાર્દિક પટેલ જયારે ભાજપમાં ગયા ત્યારે તેમને મોટી જવાબદારી મળશે, પટેલ આગેવાન તરીકે તેમના ઉપર પ્રચાર અને રાજ્યમાં  પાટીદાર વોટબેંક  ઉપર પ્રભાવ પાડવા માટે ઉપયોગ થશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ હાર્દિકને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યો છે.

ADVERTISEMENT

હાર્દિકની રાજકીય કારકિર્દી ખતમ?
હાર્દિક પટેલ ફક્ત સોશિયલ મીડિયા પર જ એક્ટિવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કે કેન્દ્રના દિગ્ગજનેતાઓના પ્રવાસ દરમિયાન કે પ્રદેશ સંગઠનના વિવિધ કાર્યક્રમમાં પણ તે ભાગ્યેજ જોવા મળી રહ્યા છે. હવે હાર્દિક પટેલનું નામ પણ કાપવામાં આવી રહ્યું છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાર્દિક પટેલને હજુ ભાજપે સ્વીકાર્યો નથી? હાર્દિક પટેલનું રાજકીય કરિયર ખતરામાં છે. કે રાજકીય કારકિર્દી જ ખતમ થઈ ચૂકી છે?

    follow whatsapp

    ADVERTISEMENT