જો જો તમારી ચોખાની બોરીમાં ન હોય દારુની બોટલો…! રાજ્યમાં દારુ ઘૂસાડવાનો નવો કિમીયો
પોરબંદરઃ રાજ્યમાં દારુબંધીની વાતોના રોજ સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. પ્રતિબંધ છતા રાજ્યમાં કોણ દારુ ઘૂસાડવાના પ્રયત્નો કરે છે એ નથી સમજાતુ. અને…
ADVERTISEMENT
પોરબંદરઃ રાજ્યમાં દારુબંધીની વાતોના રોજ સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. પ્રતિબંધ છતા રાજ્યમાં કોણ દારુ ઘૂસાડવાના પ્રયત્નો કરે છે એ નથી સમજાતુ. અને બુટલેગરો દારુ રાજ્યમાં ઘૂસાડવા માટે અવનવા કિમીયાઓ પણ અપનાવતા હોય છે. પોરબંદરમાં ચોખાની આડમાં દારુ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો.
પોરબંદરમાં દારુ ઘૂસડવા માટે બુટલેગરે નવો કિમીયો અપનાવ્યો.. અનાજની આડમાં દારુ ઘૂસાડવાનો પ્રયત્ન તો કર્યો પણ નિષ્ફળ નિવડ્યો. ચોખાની આડમાં દારુ ઘૂસાડવાના પ્રયાસમાં પોલીસે ટ્રક સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો. કુતિયાણા પોલીસે વિદેશી દારુનો આખો ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રકમાંથી 2,364 બોટલો વિદેશી દારુની જપ્ત કરી લેવામાં આવી. ચોખાની ગુણીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
15 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત
આપને જણાવી દઈએ કે આ દારુ ઘૂસાડવાના પ્રકરણમાં પોલીસે 15 લાખ કરતા વધારે મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે ટ્રક ડ્રાયવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આ રીતે ચાલતા દારુના બેફામ ગોરખધંધાઓ પર રાજ્યની પોલીસ કાર્યવાહી કરતી જ હોય છે.
ADVERTISEMENT
સિસ્ટમમાં છીંડા?
રાજ્યભરની પોલીસ વિવિધ મુદ્દે હવે એક્ટિવ મોડ પર જોવા મળી રહી છે. પરંતુ છતાંય ડ્રાય સ્ટેટમાં આ રીતે દારુ પકડવામાં આવતો હોય છે. એટલે સવાલ એ થાય કે સીસ્ટમમાં ક્યાંક તો છીંડા છે જેના કારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.
વિથ ઈનપુટ: અજય શિલુ, પોરબંદર
ADVERTISEMENT
ADVERTISEMENT