કોંગ્રેસ હોત તો અયોધ્યામાં રામ મંદિર ન બની શક્યું હોત, દ્વારકામાં યોગી આદિત્યનાથનો હુંકાર..
દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે યોગી આદિત્યનાથ અત્યારે દ્વારકા પ્રવાસે આવ્યા છે. તેમને ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી…
ADVERTISEMENT
દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે યોગી આદિત્યનાથ અત્યારે દ્વારકા પ્રવાસે આવ્યા છે. તેમને ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવાયા છે. ત્યારે યોગી આદિત્યનાથ આજે દ્વારકા ખાતે જનસભા સંબોધી રહ્યા છે. તેમણે સંબોધન શરૂ કર્યું એની પહેલા જય શ્રી રામના નારાથી સભા સ્થળ ગૂંજી ઉઠ્યું હતું. તેમણે દ્વારકા ખાતે ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ચૂંટણી પ્રચારમાં સંબોધન કર્યું હતું.
ગુજરાતી ભાષામાં યોગી આદિત્યનાથે કહ્યું…
શ્રી કૃષ્ણ ક્યાંક રણછોડ છે તો ક્યાંક માખણ ચોર છે. પરંતુ અહીંયા તો તેઓ દ્રારકાધીશ છે. બોલો જય જય દ્વારકાધીશ…
યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે અમારા મથુરા વૃદાંવનના કૃષ્ણને ગુજરાતે દ્વારકાધીશ બનાવ્યા છે. આઝાદી પછી ભારતે બ્રિટનને પછાડીને દુનિયાની પાંચમી મોટી અર્થ વ્યવસ્થા બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. ભારત અત્યારે વિકાસની નવી ઉંચાઈઓના શિખરો પાર પાડી રહ્યા છે. દેશમાંથી આતંકવાદ, નક્સલવાદ સમાપ્તિની દિશામાં છે. આની સાથે દ્વારકામાં યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વિશે પણ જણાવ્યું હતું.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા…
યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના સમયે કોંગ્રેસ હોત તો વેક્સિન, રાશન કઈ જ ન મળ્યું હોત. કોંગ્રેસ કશુ કરી શકે એમ નથી. ભારતને વૈશ્વિક સ્તરે પણ અલગ છાપ રાખવા માટે પણ ભાજપ અગ્રેસર રહ્યું છે, કોંગ્રેસ કઈ જ કરી શકે એમ નથી. વળી તેમણે કહ્યું કે કોંગ્રેસ હોત તો અયોધ્યા રામ મંદિર પણ ન બની શક્યું હોત.
ADVERTISEMENT
જાતિગત સમીકરણોઃ
- દ્વારકા બેઠક પર હિન્દુઓની સંખ્યા 84.65% છે જ્યારે મુસ્લિમોની સંખ્યા 15% સુધી છે.
- આ બેઠક પર જોવા જઈએ તો મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહ્યો છે.
- દ્વારકા બેઠક પર અનુસુચિત જાતિ 6.78% અને અનુસુચિત જનજાતિ 1.2% છે.
ADVERTISEMENT