જૂનાગઢ અને ગીરસોમનાથના પાટીદારોનો હુંકાર, અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈ લઈશું

ADVERTISEMENT

patidar
patidar
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતી આધારિત ટિકિટની માંગણી શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ્ઞાતીના આગેવાનો સંમેલનો યોજી અને રાજકીય પક્ષો પર  ટિકિટ ફાળવવાનું દબાણ કરતાં હોય છે. ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પાટીદાર સમજના આગેવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું અને કહ્યું કે, અમને અન્યાય થશે તો ચૂંટણી માં જોઈ લઈશું

જૂનાગઢ અને ગીર સોમનાથના પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આવનારી ચૂંટણીને લઈ ટિકિક ફાળવણી અંગે હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા અને રાજકીય પક્ષોને પાટીદારની શક્તિ બતાવી. સિદસર, ઉમિયાધામના તમામ પાટીદારો સામાજિક મુદ્દાઓ પર સમાજને એક કરવાના હેતુથી એકઠા થયા હતા. બધાએ સાથે મળીને કહ્યું કે પાટીદારોની સંખ્યાના આધારે ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી જોઈએ. અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈશું.

વસ્તી અને શકતી ના આધારે ટિકિટ મળવી જોઈએ
જૂનાગઢ બાયપાસ રોડ પર ફળદુ વાડી ખાતે યોજાયેલ પાટીદાર સંમેલન માં મુખ્ય મુદ્દાઓઅંગે પાટીદાર સમાજના વડીલો ગાંથીલા ઉમિયાધામના પ્રમુખ વેલજીભાઈ ફળદુ અને સિદસરના પ્રમુખ જેરામ ભાઈ વાંસજળોયાએ પોતાના પાટીદાર સમાજની વસ્તી અને શકતી ના આધારે ટિકિટ મળવી જોઈએ અન્યાય થશે તો જોઈ લેશું એમ જણાવ્યું હતું.

ADVERTISEMENT

અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈ લઈશું
જૂનાગઢમાં કડવા પાટીદારોનો હુંકાર કરતા ગંથીલાં ધામના વેલજીભાઈ ફળદુએ કહ્યુ કે, અમને અન્યાય થશે તો ચૂંટણી માં જોઈ લેશું, વસ્તી અને ઉદ્યોગના આધારે સમાજ આગળ વધી રહ્યો છે, તાકાત ધરાવે અને બતાવે એમાં ખોટું શું છે. જો આવનારી ચુંટણી માં અમને અન્યાય થશે તો જોઈ લેશું:

અન્યાય સહન નહીં કરીએ
સિદસરના જેરામ ભાઈ વાંસજળિયા એ કહ્યું કે, સમાજને એકઠો કરીએ છીએ, સમાજના પ્રશ્નો હલ કરવા આ સંમેલન બોલાવવમાં આવ્યું છે, અને શકિત બતાવી રહ્યા છીએ જેથી લોકો ને ખબર પડે કે આપણી તાકાત શું છે. જો અન્યાય થશે તો સહન નહિ કરીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT