નેતા હોય તો આવા, વરરાજાને AAPના MLAએ ખભા પર બેસાડી નચાવ્યા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે જંગી બહુમત પણ પ્રાપ્ત કરી લીધો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ખાતુ ખોલાવ્યું હતું. તેમના 5 ધારાસભ્ય ચૂંટાતા ગુજરાતમાં AAPની એન્ટ્રી થઈ ચૂકી છે. જોકે આવામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત લોકસંપર્કમાં રહે છે. તેવામાં વરરાજાને ખભા પર બેસાડી નચાવતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

વરરાજાને AAPના MLAએ ખભા પર બેસી નચાડ્યા..
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક લગ્ન પ્રસંગે વરરાજાને ખભા પર બેસાડી નચાડ્યા હતા. આમ જોવા જઈએ તો ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યો અન્ય લોકોના ખભા પર બેસી નાચતા જોવા મળે છે. પરંતુ અહીં ઉંધુ જ જોવા મળ્યું હતું.

લગ્ન પ્રસંગની ઉજવણી કરતા જોવા મળ્યા..
વરરાજાને ખભા પર બેસાડી નચાડતા જોઈ જાનમાં હાજર લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા. લગ્ન પ્રસંગે ધારાસભ્ય પણ સામાન્ય જનતાની માફક વરરાજાને ખભે બેસાડી ઝૂમતા હતા. અત્યારે આ સમગ્ર ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ચલો એના પર નજર કરીએ..

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT