જો ગુજરાતમાં વિકાસ માટે ભાજપ ક્રેડિટ લઈ શકે, તો પછી મોરબીનું જવાબદાર કોણ?: ઓવૈસી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી સોમવારે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર ખૂબ પ્રહાર કર્યા. ઓવૈસીએ કહ્યું કે, જો ભાજપ ગુજરાતમાં વિકાસ કરવાનો ક્રેડિટ લઈ શકે છે, તો તેમણે એ પણ જણાવવું જોઈએ કે મોરબી દુર્ઘટના માટે જવાબદાર કોણ છે?

મોરબી દુર્ઘટના પર ઓવૈસીએ ભાજપને ઘેરી
ગુજરાતના મોરબીમાં પાછલા દિવસોમાં મચ્છુ નદી પર બનેલો કેબલ બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થઈ ગયા. કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણીમાં તેને મુદ્દો બનાવીને 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારને ઘેરી હતી. હવે તેને લઈને અસદુદ્દીને ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધ્યું છે.

કંપનીના માલિક જેલથી બહાર
ઓવૈસીએ કહ્યું કે, આ દુર્ઘટનામાં સેંકડો લોકોના મોત થઈ ગયા. પરંતુ હજુ સુધી દુર્ઘટના માટે જવાબદાર કંપનીના અમીર લોકોને પકડવામાં આવ્યા નથી. ઓવૈસીએ પીએમ મોદીને પૂછ્યું કે, તમે અમીર લોકોને પ્રેમ કેમ કરો છો?

ADVERTISEMENT

મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપવા પર પણ કર્યા સવાલ
ઓવૈસીએ કહ્યું કે, ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી. પીએમ મોદી કહે છે કે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. ભાજપે સદભાવના રેલી પણ કરી હતી. પરંતુ તેમ છતાં ભાજપે એક પણ ટોપીવાળા (મુસ્લિમ ઉમેદવાર)ને ટિકિટ આપી નથી. આજે ભાજપની લિસ્ટમાં કોઈ દેખાતું નથી. કારણ કે ભાજપે કહી દીધું છે કે, અમે ટોપીવાળાનો સાથ નથી ઈચ્છતા. ભાજપ એકપણ મુસ્લિમને ટિકિટ નથી આપતી.

    follow whatsapp

    ADVERTISEMENT