BJPએ 6 મહિનામાં યોગ્ય કામગીરી ન કરી તો…AAPના ઈટાલિયાએ વિરોધની ચીમકી ઉચ્ચારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી સરકાર બનાવી લીધી છે. ત્યારે મંત્રી મંડળ પણ કામગીરી કરવામાં તત્પર થઈ ગયું હતું. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત સરકારને વિનંતી કરી હતી.તેમણે કહ્યું હતું કે રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના મુદ્દે સરકાર જલદીથી કાર્યો કરે. આની સાથે એવું પણ કહ્યું કે 6 મહિના સુધી અમે સરકારની કામગીરીનું અવલોકન કરીશું, જો તેઓ આ બધામાં નિષ્ફળ રહ્યા તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ચલો તેમના નિવેદન પર નજર કરીએ..

જનતાનો આભાર વ્યક્ત કરી, ગુજરાત સરકારને કહ્યું..
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ગુજરાતની જનતાએ લગભગ 13 ટકા વોટશેર સાથે AAPને રાષ્ટ્રીય પાર્ટી બનાવવા બદલ જે વિશ્વાસ રાખી બેઠકો જીતાડી છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આની સાથે ઈટાલિયાએ ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીમંડળને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે બિનસચિવાલય, હેડ ક્લાર્કની પરીક્ષાથી લઈ બેરોજગારી મુદ્દે સરકાર જેમ બને એમ જલદી કાર્યો કરે એવી હું વિનંતી કરું છું. આની સાથે ગોપાલ ઈટાલિયાએ આરોગ્ય, ખેડૂતોલક્ષી પ્રશ્નોના કામ નવી સરકાર કરશે એવી આશા વ્યક્ત કરી હતી.

ગુજરાત સરકારની કામગીરી પર AAPની ચાપતી નજર..
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે 6 મહિનામાં જો સરકાર આ તમામ મુદ્દે નિષ્ફળ રહી તો આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે. અમે ચૂંટણી હાર્યા છીએ હિંમત નથી હાર્યા. અમે વિશ્વાસ નથી હાર્યો. ઈટાલિયાએ વધુમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી 6 મહિના સુધી સરકાર સારી રીતે ચાલશે એની રાહ જોશે અને આ કામગીરીમાં સમર્થન પણ આપશે. આગામી ચૂંટણીઓનો રોડ મેપ તૈયાર કરવા માટે આમ આદમી પાર્ટી કામ પર લાગી ગઈ છે. ત્યારે સંકલન મીટિંગમાં આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT