‘ગુજરાતમાં AAPનું ખાતું ખુલશે તો ‘AajTak’ પર આવીને માફી માગીશ’, કોંગ્રેસને નેતાએ લખીને આપ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પૂરી રીતે બની ગયો છે. રાજ્યમાં એક બાદ એક તમામ પાર્ટીના નેતાઓ પ્રચાર માટે આટાંફેરા કરી રહ્યા છે. તાજેતરમાં જ AajTakના એક કાર્યક્રમમાં લખીને આપ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની 5 સીટ પણ નહીં આવે. એવામાં હવે કોંગ્રેસ દ્વારા AAP વિશે આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પંચાયત AajTakના મંચ પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા પહોંચ્યા હતા. જ્યાં આલોક શર્માએ AAPને ચૂંટણીમાં 0 સીટ આવશે તેવું નિવેદન આપ્યું હતું.

AAPના ખાતામાં એકપણ સીટ નહીં આવે?
આલોક શર્માએ કહ્યું કે, ‘ગુજરાતમાં જિલ્લા સ્તર અને બૂથ સ્તર પર અમારું કામ પૂરું છું. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 52 સભાઓ કરી લીધી છે? તેના પર આલોક શર્માએ કહ્યું, હું લખીને જઈ રહ્યો છું કે ગુજરાતમાં AAPનું ખાતું નહીં ખુલે. તેમના CM કેન્ડીડેટ પણ નહીં જીતે. તેમણે આ લખીને સહી કરી. તેમણે આગળ કહ્યું કે, જો AAPનું ખાતું ખૂલ્યું તો હું આજતક પર આવીને માફી માંગીશ.’

ADVERTISEMENT

રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે કેમ નથી આવતા?
રાહુલ ગાંધી ગુજરાત કેમ નથી રહ્યા, શું જાણી જોઈને હિમાચલ અને ગુજરાતના પ્રચારથી દૂર રાખવામાં આવી રહ્યા છે? આ સવાલ પર તેમણે કહ્યું કે, આવું નથી. રાહુલ ગાંધી કદાચ ચૂંટણીથી પણ મોટું કામ કરી રહ્યા છે. તે પૂરી રીતે ચૂંટણી પ્રચારમાં આવશે. આશા છે કે 17 નવેમ્બર બાદથી તેમના પ્રવાસ શરૂ થઈ જશે.

બીજી તરફ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, ગુજરાતની જનતા ભાજપ માટે એટલા માટે સ્નેહ રાખે છે કારણ કે છેલ્લા 20 વર્ષોમાં રાજ્યમાં આટલું મોટું પરિવર્તન આવ્યું છે. જ્યારથી મોદીજી આવ્યા છે GDPમાં 20 ટકાનો વધારો થયો છે. સુધાંશુ ત્રિવેદીએ ભાજપના વિકાસના કાર્યો પણ ગણાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT