સુરતમાં પત્નીના અફેરની શંકા જતા ક્રૂર પતિએ HIV ગ્રસ્ત દર્દીના લોહીનું ઈન્જેક્શન મારી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ડાયમંડ સિટીમાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે જ નોકરીથી કાઢવા પર નોકરી માલિક અને દીકરા સહિત 3 લોકોની ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યારે હવે રાંદેરમાં ક્રૂર પતિની હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી તેને મોતને ઘાટ ઉતારવા HIV પોઝિટિવ લોહીનું ઈન્જેક્શન આપી દીધું હતું. પત્ની બેભાઈ થઈ જતા તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. જ્યાં ભાનમાં આવતા તેણે પતિએ કોઈ ઈન્જેક્શન માર્યા હોવાનું જણાવ્યું હતું.

કેવી રીતે મેળવ્યું HIV ગ્રસ્ત દર્દીનું લોહી?
સુરતના રાંદેર વિસ્તારમાં પત્નીનું અન્ય કોઈ પુરુષ સાથે અફેર હોવાની શંકાના કારણે પતિ અને પત્નીમાં વારંવાર ઝઘડા થઈ રહ્યા હતા. આ વાતને લઈને પતિ બદલો લેવા માગતો હતો. આથી તેણે ગતરોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જઈને HIV વોર્ડમાં સારવાર કરાવવા આવતા દર્દીને સાજા કરવાનું કહી તેમની પાસેથી લોહીનું સેમ્પલ મેળવી લીધું હતું અને બાદમાં ઘરે જઈને પત્નીને આ લોહી ઈન્જેક્શનમાં ભરીને મારી દીધું હતું. HIV ગ્રસ્ત લોહીનું ઈન્જેક્શન મારતા જ પત્ની તરત બેભાન થઈને ઢળી પડી હતી. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આરોપી પતિની કરાઈ ધરપકડ
હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ પત્નીએ પતિએ કોઈ ઈન્જેક્શન માર્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા શંકાશીલ પતિની પૂછપરછ કરવામાં આવતા તેણે પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે HIV ગ્રસ્ત દર્દીના લોહીનું ઈન્જેક્શન માર્યું હોવાનું સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT