વોટ આપવા જવું છે પણ મતદાન મથક ક્યાં છે ખબર નથી? આ રીતે તમારી વોટર સ્લીપ ડાઉનલોડ કરો
અમદાવાદ: ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર યોજાનારા આ મતદાનમાં 833 ઉમેદવારો પોતાનું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર યોજાનારા આ મતદાનમાં 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 26409 મતદાન મથકો પર વોટિંગ થવાનું છે. જોકે ઘણીવાર મતદાતાઓને વોટર સ્લીપ ન મળવાના કારણે તેઓ વોટ આપવા ક્યાં જવું તેને લઈને મૂંઝવણમાં મૂકાતા હોય છે. જોકે આવા મતદારો સીધા જ ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને તેમની વોટર સ્લીપ મેળવી શકે છે.
વોટર સ્લીપ કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરવી?
- સૌથી પહેલા https://electoralsearch.in/ વેબસાઈટ પર જાઓ.
- અહીં તમે બે રીતે તમારી વોટર સ્લીપને ડાઉનલોડ કરી શકો છે.
- પહેલા વિકલ્પમાં તમે તમારા નામ, ઉંમર, તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરીને વોટર સ્લીપ મેળવી શકશો
- બીજા વિકલ્પમાં તમારા વોટર આઈ-કાર્ડ પરનો એપિક નંબર દાખલ કરીને પણ સર્ચ કરી શકો છો.
આ બંને રીત દ્વારા મતદાર તેમનો વિધાનસભા વિસ્તાર, તેમનો બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું તથા તેમની વોટર સ્લીપને ઓનલાઈન જોઈ શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 5લી ડિસેમ્બરે રાજ્યમાંથી 1.29 કરોડથી વધુ પુરુષ મતદારો અને 1.22 કરોડથી વધુ મહિલા મતદારો લોકશાહીના સૌથી મોટા પર્વમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 25 હજારથી વધુ મતદાન મથકો પર 2.51 કરોડ જેટલા મતદારો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે. જ્યારે 13,319 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે.
ADVERTISEMENT