મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને દર મહિને કેટલો પગાર મળશે? જાણો અન્ય સુવિધાઓ સહિતની માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા પછી ભાજપ સુપર એક્ટિવ મોડમાં ફરીથી આવી ગઈ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે જઈ રહ્યા છે. આ દરમિયાન ઘણાના મનમાં એ સવાલ થતો હશે કે મુખ્યમંત્રીઓને કેટલો માસિક પગાર મળતો હોય છે. તેમને રહેવાથી લઈ કઈ કઈ સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કુલ સંપત્તિ કેટલી છે એના પર પણ નજર કરીએ….

CMને મહિને લાખો રૂપિયાનો પગાર હોય છે…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર નેતા છે. તેઓ સતત બીજીવાર CM પદ માટે શપથ લેવા માટે જઈ રહ્યા છે. નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી 1.92 લાખ મતોની જંગી લીડ સાથે જીત દાખવી હતી. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનો પગાર કેટલો હશે એના પર ચર્ચા કરીએ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમને દર મહિને 3 લાખ 21 હજાર રૂપિયાનો પગાર મુખ્યમંત્રી તરીકે મળશે.

અન્ય કઈ કઈ સુવિધાઓ મળશે, કુલ સંપત્તિ કેટલી છે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સારા પગારની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે. જેમાં તેમને ફ્રીમાં રહેઠાણ, મુસાફરી કરવી હોય એના માટેનું ભથ્થું, તબીબી સુવિધાઓ વગેરે મળશે. આની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પાસે કુલ કેટલી સંપત્તિ છે એના પર પણ નજર કરીએ. તેમણે 2022ની ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમની પાસે કુલ 8 કરોડ 22 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પોતાની પાસે કોઈ જમીન નથી પણ તેમના પત્નીના નામે 16 લાખ 30 હજાર રૂપિયાની જમીન છે.

ADVERTISEMENT

આની સાથે જ ભૂપેન્દ્ર પટેલ પાસે રૂપિયા 25 લાખ સુધીના દાગીનાઓ છે તથા તેમના પત્ની પાસે 47 લાખ 50 હજાર સુધીના દાગીના છે. 2017 ચૂંટણીની વાત કરીએ તો તેમણે 5 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

રાજ્ય પ્રમાણે મુખ્યમંત્રીઓના પગાર અલગ..
નોંધનીય છે કે દેશમાં વિવિધ રાજ્યો પ્રમાણે ત્યાંના મુખ્યમંત્રીઓના પગાર અલગ અલગ હોય છે. રાજ્યના મુખ્ય વડા એટલે કે મુખ્યમંત્રી હોય છે. તેમના સ્થાન વિશે ચર્ચા કરીએ તો એ કેન્દ્રમાં વડાપ્રધાન હોય તેવું જ છે. વધુમાં જોવા જઈએ તો રાજ્યના મુખ્યમંત્રીઓના પગાર ધોરણો પણ અલગ અલગ હોય છે. જેથી કરીને માસિક પગારમાં ઓછો-વધતો તફાવત જોવા મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT