ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરતા કેજરીવાલની AAPને ABP C-વોટર સર્વેમાં કેટલી સીટો મળી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ શકે છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં AAP પણ ઝંપલાવી રહી છે. ત્યારે ચૂંટણીના ત્રીપાંખીયા જંગમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ કે AAP કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. આજે જ રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સૂત્રો મુજબ IBના રિપોર્ટમાં આ વખતે ગુજરાતમાં અત્યારે ચૂંટણી યોજાય તો આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આજે જાહેર થયેલા ABP C-વોટરના સર્વેના પરિણામોથી AAPને જીતવાનું તો દૂર વિપક્ષમાં બેસવાની પણ તક ન મળે તેમ લાગી રહ્યું છે.

સર્વે પ્રમાણે ઝોન મુજબ AAPને મળતી સીટો
ABP C-વોટરના ઓપિનિયન પોલ મુજબ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીને માત્ર 3થી 5 બેઠકો જ મળે તેવું અનુમાન લગાવાયું છે. ઝોન મુજબ AAPના મળતી અનુમાનીત સીટો પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં AAPને 0-1 સીટ, મધ્ય ગુજરાતમાં 0-1 સીટ, દક્ષિણ ગુજરાતમાં 0-2 સીટ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં 0-1 સીટ મળવાનું તારણ સર્વેમાં મળ્યું છે.

ઓપિનિયન પોલના પરિણામો મુજબ AAPની હાલત ખરાબ
ત્યારે આ ABP C-વોટરના સર્વેના પરિણામો મુજબ આમ આદમી પાર્ટીના આ ચૂંટણીમાં સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. જો સર્વે મુજબ જોઈએ તો ચૂંટણી બાદ AAPની સરકાર બનાવવાની વાત તો અલગ વિપક્ષમાં પણ તે દેખાઈ નથી રહી. આમ આદમી પાર્ટીના દાવાથી એકદમ વિપરીત સર્વેમાં તેની ભૂંડી હાર થતી હોવાનું બહાર આવી રહ્યું છે. જોકે AAP ખરેખર કેટલી બેઠકો જીતશે તે તો હવે ચૂંટણી બાદ જ માલુમ પડી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT