પ્રધાનમંત્રી મોદીને ક્યાં ખબર હતી કે આ તેમના માતા સાથે છેલ્લી મુલાકાત હશે. જાણો કેવા હતા સંસ્મરણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતા સાથે ખૂબ જ ગાઢ લાગણી હતી. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવે ત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચી જતાં હતા. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને મળવા પહોંચ્યા હતા.  ત્યારબાદ હીરાબાને જ્યારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ પ્રધાનમંત્રી તમામ કાર્યો છોડીને માતાને મળવા પહોંચ્યા હતા અને આ મુલાકાત તેમની અંતિમ મુલાકત હતી.

હીરાબા સાથે વડાપ્રધાન મોદીની લાગણીસભર મુલાકાત અને અંતિમ કહી શકાય તેવી મુલાકાત  4 ડિસેમ્બરના રોજ હતી. એ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના માતા હીરાબા સાથે અંદાજે 30 મિનિટ જેટલો સમય ફાળવ્યો હતો.તેમની સાથે ચા પીતાં-પીતા વાતચીત કરી હતી અને એ લાગણીઓ કદાચ દરેક મા અને દિકરી વચ્ચેના પ્રેમની સાક્ષી પૂરે છે. આવો જ પ્રેમ દરેક  દિકરો પોતાની માતાને કરતો હોય છે.  ગુજરાતમાં બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન હતું એ સમયે વડાપ્રધાન આગલી રાત્રે ખાસ હીરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ માતા હીરાબા સાથે ચાની ચૂસકી લગાવી હતી.  જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે ત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચી જાય છે. સામે તેમના માતા પણ દરેક વખતે પછી ભલે સવા રુપિયો હોય કે અગિયાર રુપિયા તેમના પુત્રને શુકનની ભેટ આપે છે.

PM મોદીના પરિવારમાં કોણ-કોણ છે
પીએમ નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીના કુલ 5 ભાઈઓ હતા. સાથે જ વડાપ્રધાન મોદીને કુલ 5 ભાઈઓ અને એક બહેન છે. પીએમના સૌથી મોટા ભાઈ સોમભાઈ મોદી, બીજા નંબર પર અમૃતભાઈ મોદી છે. જ્યારે ત્રીજા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે. એ જ રીતે પ્રહલાદ મોદી ચોથા નંબરે, બહેન વસંતીબેન પાંચમા અને પંકજ મોદી સૌથી નાના ભાઈ છે. પીએમ મોદીની બહેન વાસંતીબેનના લગ્ન હસમુખલાલ મોદી સાથે થયા છે, જેઓ LICમાં નોકરી કરતા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT