ક્યારે અને કેવી રીતે થયો Rishabh Pantની કારનો અકસ્માત? સ્થાનિકોએ મર્સિડિસના કાચ તોડી બહાર કાઢ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તરાખંડ: ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો શુક્રવારે સવારે અકસ્માત થયો. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. ડોક્ટર્સના જણાવ્યા મુજબ, રિષભ પંતના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

સવારે 5.15 વાગ્યે અકસ્માત સર્જાયો
જાણકારી મુજબ, નવી દિલ્હીથી ઉત્તરાખંડના રૂડકી જઈ રહેલા રિષભ પંતની મર્સિડિઝ કારનો સવારે 5.15 વાગ્યે નારસન બોર્ડર પર રેલિંગ સાથે અથડાઈ ગઈ. દુર્ઘટના બાદ કારમાં આગ લાગી ગઈ. સદનસીબે ત્યાંથી પસાર થતા રાહદારીઓએ કારના કાચ તોડીને રિષભ પંતને બહાર કાઢી લીધો. આ સમયે તે કારમાં એકલો જ હતો.

આ પણ વાંચો: ફુટબોલના જાદુગર પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન, કેન્સરની બિમારીની ચાલી રહી હતી સારવાર

ADVERTISEMENT

પગમાં ફ્રેક્ચર થયું હોવાની સંભાવના
ઈજાગ્રસ્ત ક્રિકેટરને તાબડતોબ રુડકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે, ક્રિકેટરના શરીરમાં વધારે ઈજાઓ નથી, પરંતુ એક પગમાં ફ્રેક્ચરની સંભાવના છે. હવે તેને સારી ટ્રિટમેન્ટ માટે દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

જાતે કાર ચલાવી રહ્યો હતો રિષભ પંત
રિષભ પંતે જણાવ્યું કે, પરોઢિયે કાર ચલાવતા સમયે તેને જોકું આવી ગયું હતું અને સેકન્ડોની અંદર જ કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ અને દુર્ઘટના ઘટી ગઈ.

આ પણ વાંચો: હરિયાણામાં રમત-ગમત મંત્રી પર મહિલા કોચે લગાવ્યા શારીરિક શોષણના આરોપ

સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અકસ્માતમાં ઘાયલ ક્રિકેટર રિષભ પંત વિશે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. સાથે જ સારવાર માટે તમામ સંભવ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમણે રિષભ પંતની સારવારમાં થનારા તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમ પણ જાહેર કર્યું હતું અને એર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરવા કહેવાયું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT