Gujarat Elections: ભાજપના War Roomમાં પહોંચ્યું Gujarat Tak, જુઓ અંદર કેવી રીતે થાય છે કામ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/ અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્તરે જઈને ગ્રાઉન્ડ લેવલે તો પ્રચાર કરી રહી છે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ તેઓ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે પણ મતદારો સુધી પહોંચવા માટે વોર રૂમ શરૂ કર્યો છે. જેમાં ખાસ ડિજિટલ માર્કેટિંગના વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. ઉપરાંત હજારોની સંખ્યામાં વોલેન્ટીયર્સ પણ જોડાયા છે જે વિપક્ષના દરેક સવાલોને કાઉન્ટર કરવા માટે ટ્રેન્ડીંગ ટોપિક્સની ખણખોદ કરીને સામે લાવતા હોય છે.

ડિજિટલ માર્કેટિંગના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કામ
ગુજરાતની ચૂંટણીને લઈને ભાજપ પાસે સોશિયલ મીડિયા વોર રૂમમાં સૌથી મજબૂત સોશિયલ મીડિયા આર્મી છે. Gujarat Tak ભાજપના વોર રૂમમાં પહોંચ્યું હતું. આ વોર રૂમમાં ભાજપે 100 જેટલા ડિજિટલ માર્કેટિંગ સ્ટુડન્ટ્સની ખાસ ટીમ બનાવી છે. આ ટીમ માર્કેટિંગ સ્ટ્રેટર્જી બનાવવાથી લઈને ટ્રેન્ડિંગ ટોપિક્સ અને અન્ય પાર્ટીઓના આક્ષેપોને કાઉન્ટર કરવા સહિતની બાબતો પર ધ્યાન આપે છે. અમદાવાદની જુદી જુદી કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ઈન્ટર્ન તરીકે લેવામાં આવ્યા છે.

ગુજરાતભરમાં 50 હજાર સોશિયલ મીડિયા વોરિયર્સ સક્રિય
આ વોર રૂમને ગુજરાતના ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમ કે સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત. આ ઝોનને આગળ જિલ્લાઓ અને મહત્વપૂર્ણ શહેરોમાં વહેંચવામાં આવે છે. જો કોઈ શહેર મોટું હોય તો જિલ્લો અને શહેર અલગ પાડવામાં આવે છે, જેમ કે સુરતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપ પાસે સમગ્ર ગુજરાતભરમાં 50 હજાર જેટલા સોશિયલ મીડિયા વોરિયર્સ છે. આ તમામ વોલેન્ટીયર્સ છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઘરેથી જ કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

નેતાના તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેના પર આપે છે ભાર
ગુજરાતમાં ભાજપના સ્ટેટ કોર્ડિનેટર અને IT અને સોશિયલ મીડિયા વિભાગ સંભાળતા પંકજ શુક્લાએ કહ્યું કે, દરેક વસ્તુનું મોનિટરિંગ કરવામાં આવે છે. PM મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય તમામ મોટા નેતાઓના મેસેજ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. અમારા વિકાસના પ્રોજેક્ટ્સને લોકો સુધી લઈ જવાનું કામ પૂરું થઈ ગયું છે. વિદ્યાર્થીઓને ઈન્ટર્ન તરીકે લેવામાં આવ્યા છે અને ચૂંટણી સુધી તેઓ અમારી સાથે કામ કરશે. આ ઉપરાંત અમારી પાસે 10 હજાર બીજેપી સોશિયલ મીડિયા કાર્યકરોની ટીમ પણ છે. ચૂંટણી માટે 50 હજાર જેટલા સોશિયલ મીડિયા વોલેન્ટીર્સને પણ લેવામાં આવ્યા છે. આ ટીમ વિપક્ષે કરેલી પોસ્ટ્સ પણ ખંખાળે છે અને નેગેટિવ ટ્રેન્ડિંગને કાઉન્ટર કરવા માટે સહિતની વિવિધ કામગીરી કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT