ગૃહમંત્રી અમિત શાહના હાલ થશે ઇન્દિરા ગાંધી જેવા? ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે જાણો શું આપી ધમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે ગૃહમંત્રી અમિત શાહને ઈશારામાં ધમકી આપી છે. પંજાબના મોગા જિલ્લાના બુધસિંહ વાલા ગામમાં રવિવારે અમૃતપાલે કહ્યું- ઈન્દિરાએ પણ દબાવવાનો પ્રયાસ કર્યો, શું થયું? હવે અમિત શાહ તેમની ઈચ્છા પૂરી કરશે અને જોશે. અમૃતપાલ પંજાબી ગાયક દીપ સિદ્ધુની પુણ્યતિથિ પર આવ્યો હતો. તેઓ વારિસ પંજાબ દે સંગઠનના વડા છે, જેની સ્થાપન દીપ સિદ્ધુએ કરી હતી.

અમિત શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે અમે પંજાબમાં ખાલિસ્તાન સમર્થકો પર નજર રાખી રહ્યા છીએ. શાહના નિવેદન અંગે અમૃતપાલને પૂછપરછ કરવામાં આવી હતી. તેના પર અમૃતપાલે કહ્યું કે શાહને કહો કે પંજાબનો દરેક બાળક ખાલિસ્તાનની વાત કરે છે. તમારે જે કરવું હોય તે કરો. અમે અમારૂ રાજ માગીએ છીએ, બીજાનું નહીં.

આ ધરતીના અમે દાવેદાર છીએ
500 વર્ષથી અમારા વડવાઓએ આ ધરતી પર પોતાનું લોહી વહાવ્યું છે. એવા ઘણા લોકો છે જેમણે બલિદાન આપ્યા છે. જેને આપણે આંગળીના વેઢે ગણી શકીએ તેમ નથી. આપણે આ ધરતીના દાવેદાર છીએ. આ દાવાથી અમને કોઈ પાછળ ધકેલી શકશે નહી. ન તો ઈન્દિરા તેને દૂર કરી શક્યા અને ન તો મોદી કે અમિત શાહ તેને દૂર કરી શક્યા. દુનિયાભરની સેનાઓ આવવા દો, અમે મરી જઈશું, પણ અમારો દાવો છોડીશું નહીં.

ADVERTISEMENT

ધર્મનિરપેક્ષ મામલે જાણો શું કહ્યું
અમૃતપાલ સિંહે કહ્યું- ભારતની સરકાર ધર્મનિરપેક્ષ સરકાર છે. મને કહો કે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ ક્યારે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રની વાત કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેનો અર્થ છે તફાવત. હિન્દુઓ અને શીખોની પ્રેરણામાં તફાવત છે. શીખ નથી કરી શકતા, પરંતુ હિંદુઓ પોતાની વાત કરી શકે છે.

ઈન્દિરા ગાંધીએ પ્રયત્ન કર્યો, પરિણામ શું આવ્યું
મને લાગે છે કે દબાવવાથી કંઈ દબાઈ જતું નથી. ઈન્દિરા ગાંધીએ આ કર્યું અને પ્રયત્ન કર્યો, પરિણામ શું આવ્યું. આ પણ કરી જુઓ, આ તેમની ઈચ્છા પૂરી કરવાની વાત છે. અમે અમારી હથેળીઓ પર માથું રાખીને ચાલીએ છીએ. જો મૃત્યુથી ડરતા હોત, તો આ માર્ગો પર ચાલ્યા ન હોત. ગૃહમંત્રી અમિત શાહ ને તેમની ઈચ્છા પૂરી કરવા દો.

ADVERTISEMENT

અમૃતપાલ દુબઈથી આવ્યો
અમૃતપાલ થોડા સમય પહેલા દુબઈથી ભારત આવ્યો હતો. દુબઈમાં તે પોતાના પરિવારને ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં મદદ કરતો હતો. અહીં આવતાની સાથે જ અમૃતપાલ પોતાની દમદાર ભાષણ શૈલીને કારણે ચર્ચામાં આવી ગયો. પોતાના ભાષણમાં તે ખુલ્લેઆમ ખાલિસ્તાનના સમર્થનમાં બોલે છે. એટલું જ નહીં, તે પંજાબના યુવાનોને ડ્રગ્સની જાળમાંથી મુક્ત કરવાના દાવા સાથે જોડી રહ્યો છે.

ADVERTISEMENT

ઘરે ઘરે તલવાર જરૂરી: એ તમારી 1 છોકરી ફસાવે તો તમે તેની 10 ફસાવો- મુથાલિક

અમૃતપાલનો આદર્શ છે જરનૈલ સિંહ ભિંડરાવાલા
અમૃતપાલ સિંહે પોતાના ભાષણમાં અમિત શાહની તુલના ઈન્દિરા ગાંધી સાથે કરી છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1984માં જરનૈલ સિંહ ભિંડરાવાલા પાસેથી સુવર્ણ મંદિરને મુક્ત કરાવવા માટે ઓપરેશન બ્લુ સ્ટાર કરાવ્યું હતું. જે બાદ 2 શીખ સુરક્ષાકર્મીઓએ ઈન્દિરા ગાંધીની હત્યા કરી હતી. અમૃતપાલ આ જરનૈલ સિંહ ભિંડરાવાલાને પોતાનો આદર્શ માને છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT