ડૂબી ગયા બધા પૈસા! અનિલ અંબાણીની આ કંપનીના શેરની કિંમત અચાનક થઈ ZERO

ADVERTISEMENT

anil ambani
અનિલ અંબાણીની કંપનીના શેરે રોકાણકારોને રડાવ્યા!
social share
google news

શેર બજાર (Stock Market)માં લોકો પૈસા બનાવવા માટે જાણકારીના અભાવે શેરબજારમા ગમે ત્યાં પૈસા લગાવે છે, જે બાદ મોટાભાગના રોકાણકારો માટે આ દાવ ઉલટો પડે છે, એટલે કે નુકસાન વેઠવું પડે છે. હાલમાં આવી જ સ્થિતિ રિલાયન્સ કેપિટલના ઈક્વિટી રોકાણકારોની સાથે થયું છે. 


 
રિલાયન્સ કેપિટલને આપ્યો ઝટકો 

અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલને NCLT દ્વારા હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે ખરીદી છે. જે બાદ નવા માલિકે રિલાયન્સ કેપિટલ લિમિટેડ (Reliance Capital Share)ને શેર બજારમાંથી ડી-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.  

રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ

આ નિર્ણયની સાથે જ શેરબજારમાં રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. રિલાયન્સ કેપિટલના શેરનું છેલ્લું ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું, તે દિવસે શેરનો ભાવ રૂ. 11.90 હતો. ડી-લિસ્ટિંગનો અર્થ એ છે કે હવે રિલાયન્સ કેપિટલના શેરનું ન તો ટ્રેડિંગ થશે અને ન તો રોકાણકારો શેરને હોલ્ડ કરી શકશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

વધુ વાંચો...Juniper Hotels ના IPOનું શેરબજારમાં લિસ્ટિંગ, જાણો રોકાણકારોને કેમ મજા ન આવી?

શેરની વેલ્યૂએશન જીરો થઈ ગઈ

એટલે કે જે રોકાણકારોની પાસે રિલાયન્સ કેપિટલના શેર હશે, તેની વેલ્યૂએશન જીરો થઈ ગઈ છે. તેમના તમામ પૈસા ખતમ થઈ ચૂક્યા છે. કારણ કે શેર ડી-લિસ્ટ કરાવવાના નિર્ણયની સાથે જ તેની કિંમત હાલના સમયમાં જે કંઈ પણ રહે, તેને જીરો કરી દેવામાં આવે છે. 

26 ફેબ્રુઆરીએ હતી 11.90 રૂપિયા કિંમત 

26 ફેબ્રુઆરીએ રિલાયન્સ કેપિટલ (Reliance Capital)ના શેર (Share)ની કિંમત 11.90 રૂપિયા હતી. પરંતુ હવે તેની કિંમત શૂન્ય થઈ ગઈ છે. શેરધારકોને હવે વળતરમાં કંઈ મળવાનું નથી. જોકે, આ બધું માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો હેઠળ થયું છે. તેથી લોકોને હંમેશા આવા શેરથી બચીને રહેવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને તે કંપનીઓના શેરને લઈને કે જેનો કેસ NCLTમાં ચાલી રહ્યો છે.

ADVERTISEMENT

એક સમયે 2700 રૂપિયા હતી શેરની કિંમત

એક સમયે ઉદ્યોગપતિ અનિલ અંબાણી (Anil Ambani)ની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (Reliance Capital Share)નો શેર બજારમાં દબદબો હતો. વર્ષ 2008માં કંપનીના એક શેરની કિંમત 2700 રૂપિયા કરતા પણ વધારે હતી. તમને જણાવી દઈએ કે, 29 નવેમ્બર, 2021ના રોજ ગંભીર સમસ્યાઓના કારણે આરબીઆઈએ અનિલ અંબાણીની આ કંપનીના બોર્ડને ભંગ કરી દીધું હતું. તે પછી કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ અને હિન્દુજા ગ્રુપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ સુધી પહોંચી. કંપનીનો કબજો મેળવતાની સાથે જ હિન્દુજા ગ્રુપે રિલાયન્સ કેપિટલના શેર ડી-લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT