અમરેલી બેઠક પર જોવા મળશે હાઇ વૉલ્ટેજ ડ્રામા, જાણો આ બેઠકનું રાજકીય મહત્વ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી અમરેલી 95મા નંબરની બેઠક છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધનાણી આ બેઠક પરથી ધારાસભ્ય છે. કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી અમરેલી 95મા નંબરની બેઠક છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધનાણી આ બેઠક પરથી ધારાસભ્ય છે. કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ ચૂંટણીમાં તેમના જ ડ્રાઇવરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપે આ ચૂંટણીમાં તેમના જિલ્લા અધ્યક્ષને મેદાને ઉતર્યા છે. ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળશે તે નક્કી છે.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત અમરેલી શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.વર્ષ 2012 અને 2017માં પરેશ ધાનાણી ફરી આ બેઠક જીત્યા હતા. 2017માં પરેશ ધાનાણીનો 12029 મતોના માર્જીનથી વિજય થયો હતો.1985થી 1998 સુધી આ બેઠક ભાજપના ગઢ સમાન હતી. આ સમયગાળા દરમિયાન પુરસોત્તમ રુપાલા અને દિલીપ સંઘાણી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2002માં કોંગ્રેસે વિજય રથ પર બ્રેક લગાવી હતી. હવે કોંગ્રેસ આ બેઠક ટકાવી રાખશે કે ગુમાવશે તે જોવાનું રહ્યું. કોંગ્રેસ માટે આ બેઠક વર્ચસ્વની લડાઈ બરોબર છે.
મતદારોમ 1.47 ટકાનો વધારો થયો
2022 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં કુલ 283739 મતદારો છે. જેમાંથી 145810 પુરુષ મતદારો અને 137925 મહિલા મતદારો છે. જ્યારે 4 અધર મતદાતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે.
ADVERTISEMENT
2017નું ગણિત
અમરેલી જિલ્લાની અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. અમરેલી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં કોંગ્રેસને અને 2017માં પણ કોંગ્રેસના ઉમેદવારને વીજેતા બનાવ્યા હતા. અમરેલી વિધાનસભાની બેઠકમાં કુલ 2,83,739 મતદાર છે જેમાં 1,45,810 પુરુષ મતદારો છે જયારે 1,37,925 સ્ત્રી મતદારો છે. અન્ય 4 મતદારો છે. અમરેલી વિધાનસભાની બેઠકમાં અમરેલી અને કુંકાવાવ- વાડિયા આમ બે તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં આ બેઠક પર 62.15% મતદાન થયું હતુ. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કુલ મતદાનના 51.25 % એટલેકે 87032 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડને 44.17% એટલેકે 75003 મત મળ્યા હતા. આમ પરેશ ધાનાણી વિજેતા થયા હતા.
રાજકીય ઇતિહાસ
અમરેલી જિલ્લો રાજકીય વર્ચસ્વ ધરાવતો જિલ્લો છે. અમરેલી બેઠક પર જીતેલા ઉમેદવારનું વિધાનસભામાં વર્ચસ્વ વધારે હોય છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અમરેલી વિધાનસભાની સીટ પરથી વિજેતા થયા હતા. હાલ અમરેલી બેઠક પર ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સીટીંગ ધારાસભ્ય છે. આ ઉપરાંત આ બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અમરેલી બેઠક પરથી વિજેતા થયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલા પણ અમરેલી બેઠક પરથી વિજેતા થયા છે. અમરેલી બેઠક પર અત્યારસુધીમાં કુલ 15 વખત ચૂંટણી યોજાઈ છે જેમાંથી જીવરાજ મહેતા, પી એન નાનજી, એન ગોરધનદાસ ગોંધીયા, દ્વારકાદાસ પટેલ, દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે કે 17 ચૂંટણીમાં ફક્ત 7 ધારાસભ્ય આપ્યા છે. અમરેલી બેઠક પર ધારાસભ્યને વધુ વખત રિપીટ કરવામાં આવે છે.
ADVERTISEMENT
સ્થાનિક સમસ્યા શું છે?
ખેડૂતો માટે વીજળી અને પાણીની સમસ્યા, યુવાનોમાં બેરોજગારીની સમસ્યા, શિક્ષણ અને આરોગ્યની સુવિધાનો અભાવ, માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ પણ અમરેલીમાં ઓછો વિકાસ.
ADVERTISEMENT
શું છે રાજકીય સમીકરણ
આ બેઠક પર ભાજપના દિલીપ સંઘાણી ચાર વખત જીત્યા છે.2017માં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતા બાવકું ઉંધાડને હરાવ્યા હતા. આ બેઠકમાંથી પરેશ ધાનાણીનો વિજય થયો હતો. 2017 સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મહત્તમ બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યાર બાદ તેને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં સમીકરણો બદલાયા છે. આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.
ધારાસભ્યના ડ્રાઇવરે જ ભર્યું ફોર્મ
અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને સિટિંગ ધારાસભ્ય પરેશ ધાનાણી સામે તેમના ડ્રાઈવર વિનુભાઈ ચાવડા મેદાને પડ્યા છે. તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
2017નું ગણિત
અમરેલી જિલ્લાની અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. અમરેલી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં કોંગ્રેસને અને 2017માં પણ કોંગ્રેસના ઉમેદવારને વીજેતા બનાવ્યા હતા. અમરેલી વિધાનસભાની બેઠકમાં કુલ 2,83,258 મતદાર છે જેમાં 1,45,508 પુરુષ મતદારો છે જયારે 1,37,467 સ્ત્રી મતદારો છે. અન્ય 4 મતદારો છે. અમરેલી વિધાનસભાની બેઠકમાં અમરેલી અને કુંકાવાવ- વાડિયા આમ બે તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં આ બેઠક પર 62.15% મતદાન થયું હતુ. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કુલ મતદાનના 51.25 % એટલેકે 87032 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડ 44.17% એટલેકે 75003 મત મળ્યા હતા. આમ પરેશ ધાનાણી વિજેતા થયા હતા.
આ ઉમેદવાર મેદાને
કોંગ્રેસે પોતાના સિટિંગ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રિપીટ કર્યા છે. આ સાથે ભાજપે અમરેલી જિલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાને મેદાને ઉતાર્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કુલ 5 ઉમેદવાર મેદાને છે.
- કોંગ્રેસ- પરેશ ધાનાણી
- ભાજપ- કૌશિક વેકરીયા
- આપ- રવિ ધાનાણી
- વ્યવસ્થા પરિવર્તન પાર્ટી- મુકેશ ગોહેલ
- અપક્ષ- વિનુ ચાવડા
રાજકીય ઇતિહાસ
અમરેલી બેઠક પર 15 વખત ચૂંટણી યોજાઈ છે જેમાંથી 2 વખત પેટ ચૂંટણી યોજાઈ હતી. 7 વખત કોંગ્રેસ વિજેતા બન્યું છે. જેમાં પ્રથમ વખત જીવરાજ મહેતા 3 વખત એન ગોરધનદાસ ગોંધીયા અને 3 વખત પરેશ ધાનાણી વિજેતા થયા ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ અમરેલી બેઠક પર કુલ 6 વખત જીત્યું છે. તેમાં 3 પરશોત્તમ રૂપાલા અને 3 વખત દિલીપ સંઘાણી વિજેતા થયા છે. અમરેલી બેઠક એક જ ચહેરાને વધુ પસંદ કરે છે. જ્યારે એક વખત પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર અને એક વખત અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે.
અમરેલી વિધાનસભાના ચૂંટણીના પરિણામો
- 1962- કોંગ્રેસના ઉમેદવાર જીવરાજ મહેતા વિજેતા થયા `
- 1964- (પેટા ચૂંટણી) પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર પી એન નાનજી વિજેતા થયા
- 1967- કોંગ્રેસના ઉમેદવાર એન ગોરધનદાસ ગોંધીયા વિજેતા થયા
- 1972- કોંગ્રેસ(ઓ) ના ઉમેદવાર એન ગોરધનદાસ ગોંધીયા વિજેતા થયા
- 1975- કોંગ્રેસ(ઓ) ના ઉમેદવાર એન ગોરધનદાસ ગોંધીયા વિજેતા થયા
- 1980- અપક્ષના ઉમેદવાર દ્વારકાદાસ પટેલ વિજેતા થયા
- 1985- ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી વિજેતા થયા
- 1990- ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી વિજેતા થયા
- 1991- (પેટા ચૂંટણી) ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિજેતા થયા
- 1995-ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિજેતા થયા
- 1998- ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિજેતા થયા
- 2002- કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજેતા થયા
- 2007- ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી વિજેતા થયા
- 2012- કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજેતા થયા
- 2017- કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજેતા થયા
ADVERTISEMENT