ગાંધીનગરમાં મંજૂરી વિના આંદોલન કરતા આરોગ્યકર્મીઓ સામે કાર્યવાહી, તમામને ડિટેઈન કરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે જ સરકારે આ અંગે મોટો નિર્ણય લેતા આરોગ્યકર્મચારીઓને 4 હજાર રૂપિયાનો ઉચ્ચક પગાર વધારો તથા ટ્રાવેલ્સ એનાઉન્સ અને 130 દિવસનો રજા પગાર પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ આ ભથ્થાનો અસ્વીકાર કરીને હડતાળ ચાલુ રાખી હતી. એવામાં આજે પરમીશન વિના ગાંધીનગર ખાતે એકઠા થયેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા આરોગ્યકર્મીઓની અટકાયત
ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓ કે અન્ય કોઈ કર્મચારીઓને રેલી કે ધરણાની મંજૂરી અપાઈ નથી. એવામાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ એકઠા થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

સરકાર લેશે આંદોલકારી કર્મચારીઓ સામે પગલા
બીજી તરફ રાજ્ય સરકારે પંચાયત હસ્તકના કર્મચારીઓ સામે એક્શન લેવાની વાત કરી છે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રખાતા આવા કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવાશે. આંદોલનકારી કર્મચારીઓની સર્વિક અટકાવી પગાર કાપવા સુધીની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે.

ADVERTISEMENT

કર્મચારીઓની માંગ શું હતી?
– ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કુલ 14 માંગણીઓ મુકાઇ હતી
– ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે
– કર્મચારીઓને ગ્રેડ પે 1900 ના બદલે 2800 રૂપિયા કરવામાં આવે
– કોવિડ દરિયાન કરવામાં આવેલા કામનું ભથ્થુ ચુકવવામાં આવે
– ફેરવણી ભથ્થુ (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવામાં આવવું જોઇએ

સરકારે કઇ કઇ માંગણીઓ સ્વિકારી
– 4 હજારનો માસિક ઉચ્ચક વધારો ચુકવવામાં આવશે.
– HRA તથા મેડિકલ એલાઉન્સની ચુકવણી કરવામાં આવશે.
– 130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વિકારાશે.
– PTA (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવા માટે સરકારની તૈયારી.
– જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને ભથ્થુ ચુકવાશે.
– ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારશે, તે અંગેની કમિટીની રચના કરશે.
– સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો ઠરવા બે દિવસની અંદર કરાશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT