ગ્રાઉન્ડ રિપોર્ટ: સરકાર સામે આકરા પાણીએ આરોગ્ય કર્મીઓ, વિધાનસભા બહાર આ રીતે નોંધાવ્યો વિરોધ
ગાંધીનગર: રાજ્યભરમાં પોતાની પડતર માગણીને લઈને આરોગ્ય કર્મચારીઓએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે. 8મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને તેમના પડતર…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યભરમાં પોતાની પડતર માગણીને લઈને આરોગ્ય કર્મચારીઓએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે. 8મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને તેમના પડતર પ્રશ્નો મદ્દે હજુ સુધી બાંહેધરી અપાઈ નથી. એવામાં આકરા પાણીએ થયેલા આરોગ્ય કર્મીઓ આજે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં રસ્તા પર ઉતરીને વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. સાથે જ તેમણે આગામી 20 સપ્ટેમ્બર સુધી સરકાર સામે લડવા માટે રૂપરેખા પણ નક્કી કરી લીધી છે.
15થી 20 તારીખ સુધી ગાંધીનગરમાં વિરોધ
આરોગ્ય કર્મીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી આંદોલન કરશે. આ દરમિયાન હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. ઉપરાંત રેલી, રસ્તા રોકો આંદોલન તથા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે આરોગ્ય કર્મીઓના પ્રદર્શન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર વાતચીતથી ઉકેલ લાવવા તૈયાર છે.
ADVERTISEMENT
આરોગ્ય કર્મીઓ પાંચ દિવસ સુધી સરકારને ઘેરશે
- 15 થી 20 સપ્ટેમ્બર સુધી કરશે આંદોલન
- હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે
- 16 સપ્ટેમ્બર શુક્રવારે ગાંધીનગરમાં રેલીનું આયોજન
- 17 સપ્ટેમ્બર શનિવારે ગાંધીનગરમાં રસ્તારોકો આંદોલન કરશે
- 19 સપ્ટેમ્બર સોમવારે પરિવાર સાથે ગાંધીનગર ખાતે ધરણા કરશે
- 20 સપ્ટેમ્બર મંગળવારથી પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાળ
શું છે આરોગ્ય કર્મચારીઓની માંગ?
આરોગ્ય કર્મચારીઓની માંગ છે કે પગારમાં વિસંગતતા દૂર કરી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે. સાથે જ રવિવાર અને જાહેર રજાના દિવસે કરેલી નોકરીનો પગાર આપવામાં આવે અને ફેરણી ભથ્થુ આપવામાં આવે. આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા બાદ તેમના પ્રતિનિધિઓ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ હડતાળ સમેટવાનું એલાન કર્યું હતું. જો કે, બાદમાં પોતાનો નિર્ણય પરત ખેંચી હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT