કોરોના સંક્રમણનો ડર! સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો- ભારત જોડો યાત્રા બંધ કરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દુનિયભારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માગણી કરી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થવું જોઈએ. જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું સંભવ ન હોય તો ભારત જોડો યાત્રાને દેશ હિતમાં રદ કરવી જોઈએ.

કેન્દ્રિય મંત્રીએ પત્ર લખીને રાહુલ ગાંધીને શું કહ્યું?
મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું કે, “રાજસ્થાનમાં ચાલતી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરાય. યાત્રામાં માત્ર વેક્સિનેટેડ લોકો જ ભાગ લે એવું નક્કી કરવામાં આવે. યાત્રામાં જોડાતા પહેલા અને બાદમાં યાત્રીઓને આઈસોલેટ કરવામાં આવે.”

માંડવીયાએ આગળ લખ્યું છે કે, “જો કોરોના પ્રોટોકોલનું પાલન સંભવ ન હોય તો પબ્લિક હેલ્થ ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખતા કોરોના મહામારીથી દેશને બચાવવા માટે ભારત જોડો યાત્રાને દેશહિતમાં રદ કરવામાં આવે તેવી વિનંતી છે.

ADVERTISEMENT

કોંગ્રેસ દ્વારા સ્વાસ્થ્ય મંત્રીને અપાયો જવાબ
મનસુખ માંડવીયાએ લખેલા આ પત્ર બાદ કોંગ્રેસ તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, સરકાર ‘ભારત જોડો યાત્રા’થી ડરી ગઈ છે અને ગભરાઈ ગઈ છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભારત જોડો યાત્રાની વિરુદ્ધમાં ભાજપ ષડયંત્ર રચી રહ્યું છે. અધીર રંજને તો ત્યાં સુધી કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી સમયે કોરોનાના નિયમો ક્યાં ગયા હતા. ગુજરાત ચૂંટણીમાં PM મોદી માસ્ક લગાવીને તમામ પ્રોટોકોલ પાળીને ઘરે-ઘરે ગયા હતા?

7 દિવસમાં વિશ્વભરમાં 36 લાખ કોરોનાના કેસ આવ્યા
ખાસ વાત છે કે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં જુદા જુદા રાજ્યોના લોકો જોડાઈ રહ્યા છે. યાત્રામાં જોડાનારા લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ પણ યાત્રાથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ મળ્યા હતા. એવામાં તેને લઈને સાવચેત રહેવાની જરૂર છે. દુનિયામાં પાછલા એક અઠવાડિયામાં 36 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે ભારત સરકારે પણ કોરોના પર એક સમીક્ષા બેઠક બોલાવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT