હર્ષદ રિબડીયા કેસરિયો ધારણ કરતા પહેલા કેમ અસમંજસમાં હતા? મુલાકાતોના દોરથી BJPમાં જોડાવાની સફર જાણો
ગાંધીનગરઃ તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા કોંગ્રેસના હર્ષદ રિબડીયાએ ગાંધીનગર ખાતે કેસરિયો ધારણ કરી લીધો છે. હર્ષદ રિબડીયાએ ભાજપના પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરીયો ખેસ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા કોંગ્રેસના હર્ષદ રિબડીયાએ ગાંધીનગર ખાતે કેસરિયો ધારણ કરી લીધો છે. હર્ષદ રિબડીયાએ ભાજપના પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેવામાં હવે રિપોર્ટ્સ પ્રમાણે હર્ષદ રિબડિયાને ભાજપ સાથે જોડવામાં કોને સૌથી વધુ સપોર્ટ કર્યો તથા કેટલા સમય સુધી પાર્ટીએ તેમને જોડવા કાર્યવાહી કરી એ સમગ્ર ઘટનાક્રમ પણ રસપ્રદ છે. ઉલ્લેખનીય છે કે એક સમયે અસમંજસમાં રહેલા હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય તો કર્યો પરંતુ ક્યાંથી ચૂંટણી લડશે એની પણ જાણ કરતા રાજકારણ ગરમાયું છે. ચલો વિગતવાર માહિતી મેળવીએ…
હર્ષદ રિબડીયા અને અક્ષય પટેલનું કનેક્શન રહ્યું ખાસ..
ભાજપમાં જોડાવવા માટે હર્ષદ રિબડીયાને કોણે મદદ કરી એ સૌથી પહેલો સવાલ સામે આવે છે. તેવામાં રિપોર્ટ્સના આધારે જુનાગઢ ખાતે હર્ષદ રિબડીયા અને અક્ષય પટેલ વચ્ચે અવાર નવાર મુલાકાતો થતી રહેતી હતી. વળી અક્ષય પટેલ જ્યારે જ્યારે પક્ષના પ્રચાર માટે જુનાગઢ જતા ત્યારે હર્ષદ રિબડીયા સાથે તેમની મુલાકાત થતી હતી. જોકે આ દરમિયાન ભાજપના MLA અક્ષય પટેલ સાથે હર્ષદ રિબડીયાની ભાજપમાં જોડાવા અંગે વાતચીત થતી હોવાના અહેવાલો મળ્યા છે. પરંતુ આ દરમિયાન હર્ષદ રિબડીયા અસમંજસમાં હતા અને કાર્યકરો સાથે ચર્ચા કરી નિર્ણય લઈશ એવું જણાવી વાત ટાળી દેતા હતા.
એપ્રિલ મહિનાથી રિબડીયાને ભાજપમાં જોડાવવાનું કામ શરૂ..
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં હર્ષદ રિબડીયા જોડાય એની તૈયારીઓ હાથ ધરાઈ ગઈ હતી. એપ્રિલ મહિનાથી એક પ્રસંગ દરમિયાન હર્ષદ રિબડીયા અને ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો હતો. આ પ્રસંગમાં અક્ષય પટેલ દ્વારા તેમને ભાજપ જોડાવા માટે સ્પષ્ટપણે સંકેત આપવામાં આવ્યો હતો. જોકે અહીં હર્ષદ અસમંજસમાં હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટી સતત તૂટતી જોવા મળતા તેમણે વિચાર કરવા સમય માગ્યો હતો. તેમને પણ આભાસ થઈ ગયો હતો કે કોંગ્રેસ પાર્ટીને તોડવી હવે લગભગ સરળ છે.
ADVERTISEMENT
જોકે તેમ છતા હર્ષદ રિબડીયા અનાકાની કરી રહ્યા હતા કે મારે હજુ સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચા કરવી પડશે. તેમની સાથે આ મુદ્દે વાતચીત કરીને પછી ભાજપમાં જોડાવવા માટે હું નિર્ણય લઈશ. બસ એટલે કે એપ્રિલ મહિનાથી જ હર્ષદ રિબડીયાને પાર્ટીમાં જોડવાનું શરૂ થઈ ગયું હતું.
ADVERTISEMENT
મુલાકાતોનો દોર લંબાયો અને રિબડીયા નિર્ણય લેશે કે નહીં! સવાલ ઉઠ્યો..
એપ્રિલની મુલાકાત પછી જુનાગઢ અને ગાંધીનગર ખાતે હર્ષદ રિબડીયા સાથે ઘણીવાર ચર્ચા થઈ હતી. રિપોર્ટ્સના આધારે જોવા જઈએ તો લગભગ 7થી 8 વાર રિબડીયાની સાથે ભાજપમાં જોડાવવા માટે મુલાકાત થઈ હતી. આ દરમિયાન માત્ર એક જ સવાલ હર્ષદ રિબડીયાને પૂછવામાં આવતો હતો કે તમે પાર્ટી સાથે જોડાવા મુદ્દે શું વિચારો છો. તથા આ અંગે કોઈ વિચાર અથવા અસમંજસ હોય તો અમે દૂર કરવા માટે તૈયાર છીએ.
ADVERTISEMENT
જિલ્લા સ્તરના કાર્યકરો સાથે મુલાકાત અને પછી…
હર્ષદ રિબડીયા અને કોંગ્રેસના જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન રિપોર્ટ્સના આધારે કેટલાક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવવાના પક્ષમાં હતા. વળી બીજી બાજુ સંગઠન તૂટતુ જોતા છેવટે હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધી હતું.
ગાંધીનગર ખાતે થઈ મુલાકાત, મિત્રના ઘરેથી લીધો નિર્ણય..
હર્ષદ રિબડીયાએ ત્યારપછી ગાંધીનગરમાં મિત્ર સાથે મુલાકાત કરી હતી અને ત્યાંથી ભાજપમાં જોડાશે એની પાક્કી માહિતી આપી હતી. આ દરમિયાન તે મિત્રના ઘરે રોકાયા અને કઈ તારિખે ભાજપનો કેસરિયો ધારણ કરશે ત્યાં સુધીની માહિતી અને પ્લાનિંગ કરવા લાગ્યા હતા. ત્યારપછી 6 ઓક્ટોબરના દિવસે હર્ષદ રિબડીયા કોંગ્રેસના અન્ય આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.
ભાજપમાં જોડાઈને શું બોલ્યા હર્ષદ રિબડીયા?
હર્ષદ રિબડીયાએ ભાજપમાં જોડાઈને કહ્યું કે, ઘણા મિત્રો પૂછતા હતા કે તમે કેમ ભાજપમાં આવ્યા, કેમ કોંગ્રેસ છોડી. સમગ્ર ગુજરાત જાણે છે, દેશ જાણે છે કોંગ્રેસ દિશાહીન થઈ ગઈ છે. અમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે લડાઈ કરવાની આવે ત્યારે અસામાજિક તત્વો સામે લડ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીનો કોઈ આગેવાન અમારી મદદે નહોતા આવતા.
ભાજપની કઈ બાબતથી પ્રભાવિત થયા?
તેમણે કહ્યું કે, બધા જાણ છે કે નરેન્દ્ર મોદી દેશમાં જે રીતે વિકાસ કરી રહ્યા છે. 2014માં પોષણક્ષમ ભાવ પછી જે ભાવમાં વધારો આવ્યો મારો જગતનો તાત ખેડૂતનો દીકરો કાળી મજૂરી કરી, ધોમ ધખતા તાપમાં દેશનું પેટ ભરનારા દીકરાને ભાવ નહોતા મળતા. મોદી સાહેબે આયોજન કર્યું. કૃષિમાં નવી ક્રાંતિ લાવ્યા, ઓજારોમાં નવી ટેકનોલોજી આવ્યા. જે-તે સમયે અડધ, તુવેર, મગના ભાવ સરખા હતા. આજે કઠોળના ભાવ 1000થી ઓછા નથી. કપાસના ભાવ 700 રૂપિયા હતા. આજે 2000થી 2500 રૂપિયા ભાવ થઈ ગયા. ખેડૂતો માટે આ સરકારે ખૂબ પ્રયત્નો કર્યા. ત્યારે હું તેનાથી પ્રભાવિત થયો.
ADVERTISEMENT