કિશન ભરવાડ હત્યા કેસ મામલે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન કહ્યું, આરોપીને ઉદાહરણ રૂપ કડક સજા આપવામાં આવશે
હેતાલી શાહ, ખેડા: જિલ્લાના મહેમદાવાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ તથા વિકસટો ફ્લાય સહયોગી એનજીઓ દ્વારા ગુજરાતની મહિલાઓને આત્મા નિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી મહેમદાવાદ વિસ્તારની…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: જિલ્લાના મહેમદાવાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ તથા વિકસટો ફ્લાય સહયોગી એનજીઓ દ્વારા ગુજરાતની મહિલાઓને આત્મા નિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી મહેમદાવાદ વિસ્તારની મહિલાઓ સ્વાવલંબી બને તે માટે સ્વયં સીધા પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડા જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી. કિશન ભરવાડ હત્યા કેસ મામલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આરોપીઓને કડકમાં કડક ઉદાહરણરૂપ સજા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.આ ઘટના ફેસબુક પોસ્ટથી ઘટી હતી તેમ જાણવા મળ્યું હતું. કિશન ભરવાડ હત્યા કેસમાં અનેક કનેક્શન ખૂલ્યા હતા.
ખેડા જિલ્લાની ઘટના મામલે આપ્યું નિવેદન
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ ખેડની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “ખેડા જિલ્લા પોલીસને સન્માન કરવાનો મને અવસર મળ્યો. ખેડા જિલ્લાની દીકરી એ દીકરી જોડે જે ઘટના બની હતી, ભવિષ્યમાં ક્યારેય ખેડામાં નહીં પરંતુ ગુજરાતમાં ના બને તે માટે અમારા ધારાસભ્યના ફોનથી દીકરીના પિતાને મેં ફોન પર વાયદો આપ્યો હતો. એ દીકરીના પિતા જોડે એ દિવસે વાત થઈ તે વખતે મેં એમને કહ્યું કે હું, તમને આ દીકરીના ભાઈ તરીકે એક વચન આપું છું કે, આ ગુનામાં કડકમાં કડક સજા અને એ કડક માં કડક સજા એ ગણતરીના દિવસોમાં જ અપાવીને રહીશ.
ADVERTISEMENT
ચાર્જશીટ ગણતરીના દિવસોમાં ખેડા પોલીસે પૂર્ણ કરી. અને માત્ર 60 દિવસની અંદર એ દીકરીના પરિવારને ન્યાય અપાવ્યો અને એ ન્યાય અપાવીને મને મારા જીવનની જે મનની અંદર જે ખુશી મળી કે એના પિતાને જે મેં વાયદો આપ્યો હતો તે પૂર્ણ કર્યો. આ ગુજરાતમાં હજુ પણ ચાર પાંચ એવા કેસ છે. એ કિશન ભરવાડનો કેસ હોય કે, પછી અલગ અલગ જિલ્લામાં બનેલા કેસો હોય, એ કેસોમાં રાત દિવસ અમે લોકો મહેનત કરી રહ્યા છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે, આ ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીને રહીશું. એક એક કેસ એક એક કેસમાં એવી સજાવીશું કે ભવિષ્યની અંદર કોઈ ગુનેગારો આવો ગુનો કરતાં પહેલા દસ વખત વિચારશે અને આવા ગુનેગારો માટે પોલીસનો ડર હોવો જ જોઈએ. અને એ ખેડા જિલ્લા પોલીસની પોલીસની ડર ગુનેગારો માટે જ છે, છે અને છે જ. એક જિલ્લાની એવી પોલીસ કે જેના બે રૂપ હોય ગુનેગારો માટે ડર નો રોગ અને બીજો સામાન્ય નાગરિકો માટે ભગવાનનું રૂપ ધારણ કરનાર આપ સૌ મારા પોલીસ પરિવારના જવાનોને અધિકારીઓને અભિનંદન આપું છું.”
ADVERTISEMENT