મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની આટલા ઉમેદવારો સાથે થશે ટક્કર, જાણો કોણ કોણ છે મેદાને
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઑ ચાલી રહી છે. ગુજરાતની ચૂંટણીને લઈ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની…
ADVERTISEMENT
Harsh Sanghvi
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઑ ચાલી રહી છે. ગુજરાતની ચૂંટણીને લઈ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગઈ કાલે પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મજૂરા બેઠક પર હર્ષ સંઘવી સહિત 7 ઉમેદવારો મેદાને છે. જેમાં 1 ભાજપના સમી ઉમેદવાર છે જ્યારે 1 આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર છે.
આ ઉમેદવારો છે 2022ના રણસંગ્રામમાં મેદાને
- હર્ષ રમેશ સંઘવી- ભાજપ
- મુકેશભાઈ બાબુભાઈ પટેલ- ભાજપ (ડમી ઉમેદવાર)
- પીવીએસ પીઆરકે શર્મા- આમ આદમી પાર્ટી
- અન્નપુર્ણા પીવીએસ શર્મા- આમ આદમી પાર્ટી ( ડમી ઉમેદવાર)
- બલવંત શાંતિલાલ જૈન- ઇંડિયન નેશનલ કોંગ્રેસ
- રમેશપ્રસાદ કાશીરામ રામાર- બહુજન સમાજ પાર્ટી
- રાજમલ મોહનલાલ શર્મા- સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી
2017નું પરિણામ
ADVERTISEMENT
- ભાજપના ઉમેદવાર હર્ષ રમેશકુમાર સંઘવી જીત્યા હતા તેમને કુલ 116741 મત મળ્યા હતા
- INC ના ઉમેદવાર કોઠારી અશોક મોહનલાલને 30914 મત મળ્યા હતા
- NOTA ને કુલ 1938 મત મળ્યા હતા
- SHS પક્ષના ઉનમેદવાર વ્યાસ જીગર અશોકભાઈને 539 મત મળ્યા હતા
- IND ઉમેદવાર લતાબેન અશોકકુમાર દ્વિવેદીને કુલ 447 મત મળ્યા હતા
- NCPના ઉમેદવાર દેસાઈ અલ્પેશ ઈશ્વરભાઈને કુલ 440 મત મળ્યા હતા
- BRSPના ઉમેદવાર નિર્મલા ગોવિંદભાઈ ટેટને 350 મત મળ્યા હતા.
- SVPPના ઉમેદવાર પટેલ મનોજકુમાર ડાહ્યાભાઈને કુલ 266 મત મળ્યા હતા.
- IND ઉમેદવાર વોરા લક્ષ્મણભાઈ ડાહ્યાભાઈને 229 મત મળ્યા હતા
- BBC ના ઉમેદવાર પાલઘડમલ સિમાબેન શશિકાંતને કુલ 125 મત મળ્યા હતા.
- SBSPના ઉમેદવાર શર્મા રાજમલ મોહનલાલને કુલ 91 મત મળ્યા હતા
ADVERTISEMENT