હર્ષ સંઘવીએ કહ્યું- ગુજરાતની જનતા અને BJP દુનિયાની જોડી નંબર-1, AAP પર કર્યા પ્રહારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી થઈ રહી છે. ત્યારે અત્યારસુધી લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે ભાજપ અત્યારે 150થી વધુ બેઠકો પર આગળ જોવા મળી રહી છે. (આંકડો બપોરે 1 વાગ્યા સુધીનો છે). આ દરમિયાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે- આજે ગુજરાતની જનતાએ 27 વર્ષના આ સંબંધને એક ઐતિહાસિક રીતે આગળ વધાર્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી વિપક્ષી દળો દ્વારા આપણા ગુજરાતના લોકોને બદનામ કરવામાં કોઈ કસર નહોતી છોડાઈ. ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી અને ભાજપ સાથેનો સંબંધ નિભાવ્યો છે.

મીડિયા અહેવાલો પ્રમાણે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે ભાજપ અને ગુજરાત એ દુનિયાની જોડી નંબર-1 છે. ગુજરાતની જનતા અને ભાજપની સરકાર વચ્ચે અનોખો સંબંધ છે. જનતાએ ગુજરાતમાં નફરતની રાજનીતિને બહાર ફગાવી દીધી છે. ગુજરાતની જનતા અને ભાજપની સરકાર સાથે મળીને રાજ્યના ખૂણે ખૂણે મળીને આગળ વધારશે.

હર્ષ સંઘવીના AAP પર પ્રહાર
આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે મારી વિનંતી છે કે જે પત્ર લખતા હતા અને બતાવતા હતા તેમણે ગુજરાતની જનતાને બદનામ કરી છે. જેઓ ગેરન્ટીઓ આપતા હતા અને અલગ અલગ રિપોર્ટો પર વાતચીત કરતા હતા. તેમણે ગુજરાતની જનતાને બદનામ કર્યા છે. ગુજરાતના દરેક ખૂણામાં ઐતિહાસિક રૂપે ભાજપનો વિજય થવા જઈ રહ્યો છે. ગુજરાતના દરેક ખુણામાં મોદી મોદીના નારા ગૂંજી રહ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતની જનતાને હું બે હાથ જોડી નમન કરું છું. તમે વિશ્વાસના આ સંબંધને વધાર્યો છે. ગુજરાતની ધરતી પર સકારાત્મકતાની રાજનીતિ ચાલે છે. ગુજરાતની જનતાએ રાજ્યના દરેક ખૂણામાં બધાને જવાબ આપી દીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT