હર્ષ સંઘવીએ કહ્યું કે માનવ અધિકારો માત્ર પથ્થર મારનારા માટે જ હોય? શેરીમાં ગરબા રમવાનો પણ કોઈને અધિકાર નથી કે શું!
સુરતઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન ઉંઢેલા ગામ ખાતે ગરબા રમતા સ્થાનિકો સહિત મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન ઉંઢેલા ગામ ખાતે ગરબા રમતા સ્થાનિકો સહિત મહિલાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 200થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યા પછી પોલીસે તેમની સામે પગલા ભર્યા અને જાહેરમાં ફટકાર્યા હતા. જે મુદ્દે હ્યુમન રાઈટ્સ સહિતનો મુદ્દો ઉગ્ર થયો હતો. જોકે હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં સ્પષ્ટપણે જણાવી દીધું કે શું પથ્થરમારો કરનારા સામે જ માનવ અધિકારો યાદ આવે છે. પથ્થરમારા મુદ્દે આપ્યો સણસણતો જવાબ…
જેણે પથ્થર ખાધા છે એના માટે માનવ અધિકાર હોવો જોઈએ- હર્ષ સંઘવી
ઉંઢેલા ગામમાં બનેલી ઘટના અને પોલીસની કાર્યવાહી અત્યારે વિવાદોમાં સપડાઈ છે. આ દરમિયાન પોલીસે આરોપીને જાહેરમાં ફટકાર્યા હતા. જેના વીડિયો વાઈરલ થતા માનવ અધિકારોના પ્રશ્નો સામે આવ્યા હતા. જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે શું માનવ અધિકાર માત્ર પથ્થરમારો કરનારા લોકો પર જ કેમ લાગૂ પડે છે. શેરીમાં ગરબા ગાવાનો અધિકાર બધાનો છે. હવે જેને આ વસ્તુ પસંદ ન આવે તેમણે પથ્થરમારો કરવાનો અધિકાર નથી.
જો ગરબા ન ગમતા હોય તો એમને પથ્થરમારો કરવાનો અધિકાર પણ નથી. વળી જે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા મહિલાઓ તથા બાળકોને માથા પર પથ્થરો વાગ્યા, તેમને પણ તો માનવ અધિકાર હોય છે.
ADVERTISEMENT
પથ્થરમારો કરનારાનો કોઈ ધર્મ નથી- હર્ષ સંઘવી
પથ્થરમારો કરનારા શખસો પર વધુમાં નિવેદન આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે આવા લોકોનો કોઈ ધર્મ નથી હોતો. માનવ અધિકાર તો પથ્થરમારા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લોકોનો પણ હોય છે.પોલીસની કામગીરી વિશે કહ્યું…
હર્ષ સંઘવીએ નવરાત્રીના 9 દિવસ સુધી પોલીસે જનતાની રક્ષા કરી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે મોડી રાત સુધી નાની નાની દુકાનોથી લઈ યુવક-યુવતીઓને ગરબા ગાતા સમયે અને ત્યાંથી ઘરે સલામતીથી પહોંચે એના માટે પોલીસ ખડેપગે રહી છે.
પોલીસે જાહેરમાં લાકડીથી તોફાનીઓને ફટકાર્યા હતા
નવરાત્રીની આઠમે ઉંઢેલા ગામમાં ગરબા રમવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં કેટલાક લોકોએ ગરબા રમતી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 6 જેટલી મહિલાઓને ઈજા પહોંચી ગતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરીને તેમને વીજળીના થાંભલા સાથે બાંધીને લાકડીથી માર મારવામાં આવ્યો હતો તથા જાહેરમાં લોકો પાસે માફી માગવા મજબૂર કરાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
DGPએ વીડિયો વાઈરલ થતા તપાસના આદેશ આપ્યા
એવામાં હવે સમગ્ર ઘટનાને લઈને DGP આશિષ ભાટીયાએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન સોલંકીને સોંપવામાં આવી છે. DGPએ કહ્યું હતું કે, અમે વીડિયોમાં દેખાતા પોલીકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT