ઉત્તરાયણના પર્વને લઈને હર્ષ સંઘવીએ લોકોને કરી આ ખાસ અપીલ, જાણો શું કહ્યું ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ઉતરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે જેવી રીતે પ્રજાજનો તૈયારીઓ કરતા હોય છે તેવી રીતે જ સરકાર પણ તૈયારી કરી રહી છે પણ આ તૈયારી નાગરિકોની સુરક્ષા માટે છે. ગુજરાતમાં સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રી છે. જે નાગરિકોની સુવિધા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. હવે જ્યારે 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગની દોરીથી કોઈને નુકસાન ન થાય તે માટે સરકારે પ્રજાજનોને એક અપીલ કરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે.

રાજ્ય સરકારે નાગરિકોને પબ્લિક ટ્રાંસપોર્ટના ઉપયોગ થાય અને ઉતરાયણના તહેવાર પર લોકો સુરક્ષિત રહે તેવી અપીલ કરી છે. સરકારે એક પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં લખ્યું છે કે, ઉતરાયણમાં રસ્તાઓ પર એકાએક જોવા મળતા પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરુપ બને છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં પરિવહનની શ્રેષ્ઠ યાતાયાત સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે આ ઉતરાયણની ઉજવણી સાથે મેટ્રો ટ્રેન, સુવિધાસભર એસટી બસ, રેલવે , ટેક્સી અને ઓટો રિક્ષા જેવા પબ્લિક ટ્રાંસપોર્ટનો ઉપયોગ કરીએ અને સલામત રહીએ.

આ પણ વાંચો: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ક્યારે પૂર્ણ થશે? અમિત શાહે જણાવી દીધી તારીખ..

ADVERTISEMENT

આ જ સંદેશને ગુજરાત સરકારના તમામ મંત્રીઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ગુજરાતના યુવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કરીને તમામ નાગરિકોને ઉતરાયણના તહેવાર પર ઘાતક દોરીઓથી બચીને રહેવા અપીલ કરવામાં આવી છે તો સાથે -સાથે કોઈપણ પ્રકારના અકસ્માત જનતા સાથે ન થાય તે માટે મહત્તમ રીતે જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવા માટે સૂચનો આપ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT