હર્ષ સંઘવીએ ડિજિટલ ગુજરાતની દિશામાં કાર્ય શરૂ કર્યું, જાણો 100 દિવસના અવધિની ઝુંબેશ વિશે..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત્યા પછી ભાજપે સરકાર બનાવી લીધી છે. ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકાર પણ અત્યારે કામ પર લાગી ગઈ છે. ત્યારે આજે પહેલા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યની શરૂઆત કરી દીધી છે. તેવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિજિટલ ગુજરાતની પહેલ હેઠળ બેઠક બોલાવી કામગીરી આગળ વધારી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ચલો આપણે તેમની કામગીરી પર નજર કરીએ…

100 દિવસની અવધિ હેઠળ ઝૂંબેશ વિશે જાણો…
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલા દિવસથી જ કામગીરી આરંભી દીધી છે. તેમણે પોતાના વિભાગનો ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ વિભાગની ડિજિટલ કામગીરી, ઈ-ચલણ તથા પોલીસ વિભાગની અન્ય કામગીરીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઈ-ચલણની અનપેઈડ રિકવરીને વધારવા માટે પણ નિર્ણયો લેવાયા છે. આની સાથે જ વન નેશન વન ચલણ, સાયબર ક્રાઈમ, શી-ટીમ, ડ્રગ્સજાગૃતિ અંગે 100 દિવસની અવધિ હેઠળ ઝૂંબેશ ચલાવવાની ચર્ચા અહીં કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ લીધો નિર્ણય…
આની સાથે જ આ બેઠકમાં પોલીસ કર્મચારીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની રચના કરવાથી લઈ પોલીસ બેન્ડને બ્રાન્ડ બનાવવા સુધીની ચર્ચાઓ થઈ હતી. આ બેઠક ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ મંત્રાલયની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને તમામ કાર્યોની વિગતે જાણ કરી હતી. જેને લઈને મુખ્યમંત્રીએ પહેલા દિવસથી જ સુપર એક્ટિવ મોડમાં કામગીરી ચાલતી હોવાની પ્રશંસા કરી હતી.

With Inputs: દુર્ગેશ મહેતા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT