હાર્દિક પટેલની વિરમગામથી ટિકિટ લગભગ નક્કી, BJPની બેઠક પછી મોડી રાત્રે ફોન રણક્યો અને…
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે આજે મોટી જાહેરાત થઈ શકે છે. અત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોડી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે આજે મોટી જાહેરાત થઈ શકે છે. અત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને ટિકિટ કન્ફર્મ થઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની બેઠક પૂર્ણ થયા પછી હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ લગભગ નક્કી છે. આ અંગે અહેવાલો પ્રમાણે હાર્દિકને ફોન કોલ્સ પણ આવી ગયા છે.
હાર્દિક પટેલને વિરમગામની ટિકિટ લગભગ નક્કી
ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર યાદી બહાર નથી પાડવામાં આવી, જે ટૂંક સમયમાં જાહેર થશે. પરંતુ હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ મળે એવી માહિતી અત્યારે મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે તેમને મોડી રાત્રે ફોન પણ આવી ગયો છે તથા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ કહી દેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
વિરમગામ બેઠક પર કોંગ્રેસનો દબદબો
આ સીટની વાત કરીએ તો આ સીટ 1962માં ચૂંટણી લડવામાં આવી હતી. અહીંની મોટાભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 2012માં પણ કોંગ્રેસ અહીંથી ચૂંટણી જીતી હતી. પરંતુ જ્યારે હિન્દુત્વની લહેર ચાલી રહી હતી ત્યારે 2002ના રમખાણો બાદ ભાજપે આ સીટ જીતી હતી. પરંતુ 2007માં પણ ભાજપ આ જીત જાળવી રાખવામાં સફળ રહ્યું હતું અને આનંદીબેન પટેલના ખાસ કમા રાઠોડ અહીંથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ 2012માં કોંગ્રેસના ડો. તેજશ્રી બેન ભાજપને હરાવ્યા હતા, જોકે 2017માં તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.
ADVERTISEMENT
અમદાવાદનું વિરમગામ એક એવો તાલુકો છે જે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદારો 271052 હતા, જ્યારે 140844 પુરૂષ અને 130202 મહિલા મતદારો છે. 2017ની ચૂંટણીમાં લાખાભાઈ ભરવાડને 76178 મત જ્યારે તેજશ્રીબેનને 69630 મત મળ્યા હતા.
વિરમગામ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે
ADVERTISEMENT
- 1962 – સ્વરાજ્ય પાર્ટી – પરસોત્તમ પરીખ
- 1967-INC- જી એચ પટેલ
- 1972-NCO- કાંતિભાઈ પટેલ
- 1980-INC- દૌડભાઈ પટેલ
- 1985-BJP- પટેલ સોમાભાઈ
- 1990-BJP- હતદત્તસિંહ જાડેજા
- 1995-BJP- મચ્છર જયંતિલાલ
- 1998-INC- પ્રેમજીભાઈ વદલાણી
- 2002-BJP- વજુભાઈ ડોડિયા
- 2007-BJP- કમાભાઈ રાઠોડ
- 2012- INC- ડૉ. તેજશ્રીબેન પટેલ
- 201-INC- લાખાભાઈ ભરવાડ
ADVERTISEMENT