પાટીદારો પરના કેસ ક્યારે પાછા ખેંચાશે? હાર્દિક પટેલે MLA બન્યા બાદ પહેલીવાર કહી આ વાત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યોની શપથવિધિ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીના ધારાસભ્યો તથા 3 અપક્ષ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. તેમામ 182 ચૂંટાયેલા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યોની શપથવિધિ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીના ધારાસભ્યો તથા 3 અપક્ષ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. તેમામ 182 ચૂંટાયેલા નેતાઓને પ્રોટેમ સ્પીકરે ધારાયભ્ય પદના શપથ લેવડાવ્યા. આ શપથવિધિમાં વિરમગામથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા. જેમાં તેમણે પાટીદારો પર અનામત આંદોલન વખતે થયેલા કેસોને લઈને નિવેદન આપ્યું હતું.
પાટીદારોને કેસ ક્યારે પાછા ખેંચાશે?
હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પાટીદારો પર આંદોલન વખતે કરવામાં આવેલા કેસોને લઈને નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે, ટૂંક સમયમાં જ પાટીદારો પર થયેલા કેસ અંગે નિર્ણય લેવામાં આવશે. આ માટે મારે હમણાં જ ઋષિકેશ પટેલ સાથે વાતચીત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહીને ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાર્દિક પટેલની વાત કરીએ તો તેની સામે 20 જેટલા ક્રિમિનલ કેસો પેન્ડીંગ છે. આ કેસો 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે નોંધવામાં આવ્યા હતા.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદારો ઉપર થયેલા કેસોને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે, થોડાક સમય પહેલા જ મારે ઋષિકેશ પટેલ સાથે વાત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહી ને આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.#HardikPatel #Patidar pic.twitter.com/6TXqJzLEJa
— Gujarat Tak (@GujaratTak) December 19, 2022
ADVERTISEMENT
‘વિધાનસભામાં અમે જ વિપક્ષની ભૂમિકામાં’
હાર્દિકે આ સાથે જ વિધાનસભામાં નબળા વિપક્ષ પર વાત કરતા કહ્યું કે, હાલ તો સરકાર અને વિપક્ષની ભૂમિકા અમે જ નીભાવિશું. કોંગ્રેસ 17 બેઠકો સાથે વિધાનસભામાં બીજા નંબરની પાર્ટી છે. તે વિપક્ષ માટે દાવેદાર છે, પરંતુ હજુ સુધી વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવી નથી. એવામાં અધ્યક્ષની પસંદ પણ વિપક્ષના નેતા વગર જ થશે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટો આવી છે.
ADVERTISEMENT