AAP નેતા ગોપાલ ઈટાલિયાના પાટીદાર કાર્ડ મુદ્દે હાર્દિક પટેલે શું પલટવાર કર્યો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/વિરમગામ: ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલા વીડિયો વોર ચાલી રહી છે. ભાજપ દ્વારા એક બાદ એક ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યા છે, જેમાં તેઓ PM મોદી વિરોધ કેટલાક નિવેદનો આપી રહ્યા છે. આ મુદ્દે હવે ભાજપના નેતા હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

AAP ગભરાટમાં આ પ્રકારના નિવેદનો કરી રહી છે
હાર્દિક પટેલે Gujarat Tak સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રધાનમંત્રીને અપશબ્દો કહેવા એ સારું નથી. આ દર્શાવે છે કે તે લોકો ગુજરાતમાં પોતાની જમીન ક્યાંય પણ મજબૂત નથી કરી શક્યા. આ કારણે જ ગભરાઈને આ પ્રકારના નિવેદન તેઓ આપી રહ્યા છે. આવા નિવેદનોને ક્યારેય કોઈ જગ્યા ન આપવી જોઈએ. આવા નિવેદનો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. અને તેમના માતાની ઉંમર 100 વર્ષથી વધુ છે.

ગુજરાતના ઈતિહાસને બદલાનું કરવાનું જનતા ચલાવશે નહીં
હાર્દિક પટેલે કહ્યું, રાજનીતિમાં ચમકવા માટે આ પ્રકારના નિવેદનો ક્યારેય નથી ટકતા. ક્યારે ક્યારે એવું થાય છે કે ગુસ્સામાં કોઈ નિવેદન આપી દેવાય તો કોઈ વ્યક્તિ માફી માગે છે, પરંતુ તમે માફી નથી માગતા તો તેનો મતલબ છે કે તમે ચિત્રમાં ટકી રહેવા આ પ્રકારના નિવેદનો આપો છો. આમ આદમી પાર્ટી જો તેના નેતા પર કોઈ પગલા ન લઈ શકે તો મતલબ સ્પષ્ટ છે કે તેમના હાઈકમાન્ડના નેતાના કહેવા પર આ નિવેદનબાજી થઈ રહી છે. ગુજરાતના ગૌરવ સમા ઈતિહાસને બદનામ કરવાનું કામ આપ અને કોંગ્રેસ કરશે તો ગુજરાતની જનતા તેને ચલાવી લેશે નહીં.

ADVERTISEMENT

ગોપાલ ઈટાલિયાના પાટીદાર કાર્ડ મુદ્દે આપી પ્રતિક્રિયા
ગોપાલ ઈટાલિયાના ખોડલધામમાં જવા મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે, જ્યાં તેઓ ગયા ત્યાં ટ્રસ્ટના કોઈએ તેમનું સ્વાગત નથી કર્યું. કોઈની માતા વિરુદ્ધના નિવેદનોમાં સમાજ થોડી સાથે ઊભો રહે. પાટીદાર સમાજનો ઈતિહાસ દેશની આઝાદી માટે રહ્યો છે. સરદાર પટેલ તેમના ત્યાગ માટે જાણીતા છે. તેમણે પ્રધાનમંત્રીની ખુરશી બીજા માટે છોડી દીધી હતી.

AAP-કોંગ્રેસ વિપક્ષમાં પણ નહીં રહે
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી સફળ PM છે. કલમ 370 જુઓ, રામ મંદિર જુઓ અને હવે મહાકાલ મંદિર જુઓ. છતાં તેમના વિરુદ્ધ આ પ્રકારના નિવેદનો અપાય છે, મારું એવું માનવું છે કે પ્રધાનમંત્રી માટે આ પ્રકારની વાણી સારી નથી. ગુજરાત ધાર્મિક રાજ્ય છે. અહીં ધર્મ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. અમારા ધર્મ પર વ્યક્તિગત હુમલો કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. AAP અને કોંગેસ વિપક્ષની ભૂમિકામાં પણ ગુજરાતમાં નહીં રહે, કારણ કે ભરોસો ક્યાંય વધ્યો છે તો તે ભાજપ પર વધ્યો છે. ભાજપની ગૌરવ યાત્રા ખૂબ સફળ રહી છે. ગુજરાતના લોકો ખૂબ વિશ્વાસથી ભાજપમાં આવ્યા છે. ભાજપ સૌથી વધુ સીટોથી જીતશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT