પાટીદાર આંદોલન માટે હાર્દિક પટેલને હવે થઈ રહ્યો છે પસ્તાવો, વિધાનસભામાં કહી આ મોટી વાત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામથી ચૂંટાયેલા MLA હાર્દિક પટેલ મંગળવારે પાટીદાર આંદોલનમાં પોતાના સ્ટેન્ડ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. વિધાનસભામાં બજેટ સત્રમાં હાર્દિક પટેલ પહેલીવાર…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામથી ચૂંટાયેલા MLA હાર્દિક પટેલ મંગળવારે પાટીદાર આંદોલનમાં પોતાના સ્ટેન્ડ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. વિધાનસભામાં બજેટ સત્રમાં હાર્દિક પટેલ પહેલીવાર બોલવા માટે ઊભા થાય હતા. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો એ સરળ કામ છે, પરંતુ અહીં બેઠા પછી લાગે છે કે આ કામ સહેલું નથી.
વિધાનસભામાં શું બોલ્યા હાર્દિક પટેલ?
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પહેલીવાર વિધાનસભામાં કાયદો ઘડવા ઉપરની ચર્ચામાં ભાગ લીધો હતો. દરમિયાન તેમણે ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ફરજિયાત કરવા પર કહ્યું હતું કે, વર્ષ 2018માં ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા સરકારે ઠરાવ કર્યો હતો. હવે એક મજબૂત કાયદો ઘડવામા આવી રહ્યો છે. આ વિધેયક એક ગુજરાતી ભાષાને સંજીવની આપવાનુ કામ કરશે. આપણી સાંસ્કૃતિને મજબૂત કરવા નવો શ્વાસ ભરી આપશે. દરમિયાન તેમણે ફાધર વાલેસને યાદ કરીને કહ્યું હતું કે, ‘ગુજરાતી ભાષા જેવી બીજી ભાષા ક્યાંય જોવા મળે તો તમે એવું માનજો કે તમે નવી ભાષા શોધી છે’ એક સ્પેનિશ સર્જક આપણી ભાષાના આ હદે અપ્રિતમ ચાહક, સંવર્ધક હતા.
2015થી 2017 સુધી આંદોલનકારી હતા હાર્દિક પટેલ
નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. હાર્દિક પટેલે 2015થી 2017 સુધી પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેના કારણે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાની ખુરશી ગુમાવવી પડી હતી હતી. પાટીદાર સમાજને અનામતની માગ સાથે હાર્દિક પટેલ રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે વિધાનસભામાં પહેલીવાર બોલવાની તક મળતા જ હાર્દિક પટેલે આ માટે દિલગીરી વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT