ભાજપના ‘નાના સિપાહી’ હાર્દિક પટેલે વિરમગામથી ટિકિટ મળ્યા બાદ શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આજે વિધાનસભા ચૂંટણી માટે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં આવેલા હાર્દિક પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે. હાર્દિક પટેલને ભાજપે વિરમગામ બેઠક પરથી ટિકિટ આપી છે. હાર્દિક પટેલની બેઠક વિરમગામથી લગભગ નક્કી માનવામાં આવી રહી હતી.

હાર્દિક પટેલે ટિકિટ મળ્યા બાદ શું કહ્યું?
ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે. AajTak સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે કહ્યું કે,હું ટોચના નેતૃત્વનો આભાર માનું છું કે સૌથી ઓછી ઉંમરના ઉમેદવાર તરીકે મને વિરમગામથી જવાબદારી સોંપી છે. મારે જે પણ જવાબદારી નિભાવવાની છે તે વિરમગામના લોકોને સાથે રાખીને લોકોનો વિશ્વાસ જીતવાનો છે. અહીં 10 વર્ષથી વિકાસમાં અવરોધ બનેલા કોંગ્રેસના ધારાસભ્યને કાઢીને અહીંના લોકોના વિકાસ માટે કેવી રીતે કામ કરી શકાય તેના પર ધ્યાન આપવાનું છે. મને વિશ્વાસ છે કે PM મોદી અને અમિત શાહના વિકાસના પથને હું વિરમગામમાં લાવીશ તો અહીંના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આગળ વધવાની આશા દેખાશે. મારું એવું માનવું છે કે ભાજપ 27 વર્ષથી જે વિકાસના રસ્તા પર ચાલી રહી છે તે વધુ મજબૂત થશે.

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા હાર્દિક પટેલ
વર્ષ 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી. ત્યારે હાર્દિક પટેલ પોતાને પાટીદાર નેતા તરીકે સ્થાપિત કરી ચૂક્યા હતા પરંતુ સક્રિય રાજનીતિથી દૂર હતા. જોકે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા અને પાર્ટીએ 2020માં સૌથી ઓછી ઉંમરના કાર્યકારી અધ્યક્ષ બનાવી તેમને મોટી જવાબદારી સોંપી હતી. જોકે ચૂંટણી આવતા પહેલા જ હાર્દિક પટેલનો કોંગ્રેસમાંથી મોહભંગ થઈ ગયો અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા.

ADVERTISEMENT

વિરમગામમાં ભાજપને જીત અપાવી શકશે હાર્દિક પટેલ?
વર્ષ 2012માં વાત કરીએ તો કોંગ્રેસના મહિલા ઉમેદવાર તેજશ્રીબેન પટેલ અહીંથી જીત્યા હતા. જોકે બાદમાં તેઓ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા પરંતુ ભાજપમાં જતા જ જનતાએ તેમને નકારી દીધા હતા અને કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ અહીંથી વિજેતા થયા હતા ત્યારે 10 વર્ષથી વિરમગામની સીટ કોંગ્રેસનો દબદબો છે એવામાં હાર્દિક માટે આ બેઠક પર ભાજપને જીત અપાવવી એ મોટો પડકાર હશે.

    follow whatsapp

    ADVERTISEMENT