નવા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે હાર્દિક પટેલની મુલાકાત, સામે આવી તસવીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલે ગઈકાલે નવા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરીને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

અમિત શાહ સાથે હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકાત
સોશિયલ મીડિયામાં હાલ કેન્દ્રિય ગૃહમંત્રી શાહ અને ભાજપના નેતા હાર્દિક પટેલ વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાતની તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં હાર્દિક પટેલ અમિત શાહ પાસેથી નવા વર્ષની ભેટ સ્વીકારતા દેખાઈ રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની આ અમિત શાહ સાથેની પહેલી મુલાકાત છે. બીજી તરફ ગુજરાતમાં ચૂંટણી પહેલા હાર્દિક પટેલ વિરમગામ બેઠક પર રોજે રોજ એક બાદ એક ગામડામાં જઈને સામાજિક અને સેવાકિય કાર્યક્રમોમાં હાજરી આપી પોતાનું કદ વધુ મજબૂત કરી રહ્યા છે. ત્યારે અમિત શાહ સાથેની મુલાકાત બાદ ભાજપ આ વખતે હાર્દિક પટેલને ટિકિટ મળે છે કે કેમ તે જોવું રહ્યું.

અમિત શાહે ભાજપના હોદ્દેદારો-કાર્યકર્તાઓ સાથે ઉજવ્યું નવું વર્ષ
નોંધનીય છે કે, ગઈકાલે નવા વર્ષ બાદ અમિત શાહે પોતાના નિવાસ સ્થાને સવારથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ દરમિયાન જ તેમની હાર્દિક પટેલ સાથે શુભેચ્છા મુલાકાત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બાદ કમલમ ખાતે એક મહત્વની બેઠકમાં પણ તેમણે હાજરી આપી હતી.

ADVERTISEMENT

હાર્દિક પટેલની વાત કરીએ તો તાજેતરમાં જ ભાજપે બહુચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરાવી હતી. આ યાત્રામાં પહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલનું નામ પહેલા હતું. જોકે થોડી મિનિટમાં જ હાર્દિક પટેલના નામની બાદબાકી આ લિસ્ટમાંથી કરી દેવામાં આવી હતી. જે પાછળ કોર્ટેનો આદેશ હોવાનું કારણ આગળ ધરાયું હતું. બીજી તરફ વિરમગામથી યાત્રામાં હાર્દિક પટેલ જોડાયા હતા. જોકે હાર્દિક પટેલ સામે ભાજપમાં જ એક પક્ષ નારાજ હોવાનું સામે આવ્યું હતું. હાલમાં જ ભાજપની તમામ બેઠકો પર ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં હવે જોવાનું રહેશે કે વિરમગામ બેઠક પર ભાજપ કયા ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારે છે.

    follow whatsapp

    ADVERTISEMENT