વિરમગામ અમદાવાદથી છૂટું પડી નવો જિલ્લો બનશે? MLA બન્યા પહેલા Hardik Patelનું વચન
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિરમગામ બેઠક પરથી આંદોલનથી રાજકારણમાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. પહેલીવાર ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે પ્રચાર…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિરમગામ બેઠક પરથી આંદોલનથી રાજકારણમાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. પહેલીવાર ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. લાંબા સમયથી વિરમગામમાં ગ્રાઉન્ડ લેવલે સામાજિક કાર્યો કરનારા હાર્દિક પટેલ સામે આ વખતે જીતવું કપરા ચઢાણ છે. જોકે જીતના વિશ્વાસ સાથે મક્કમ હાર્દિક પટેલે પોતે જીતશે તો વિરમગામની શિકલ બદલી નાખતા વચનો મતદારોને આપ્યા છે. જેમાં એક ખાસ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
હાર્દિક પટેલે વિરમગામને જિલ્લો બનાવવાની વાત કરી
હાર્દિકના આ વચનોમાં સૌથી પહેલું વચન છે કે જો તે ચૂંટણી જીતીને ધારાસભ્ય બનશે તો વિરમગામને જિલ્લો બનાવશે. એટલે કે હાલમાં અમદાવાદ જિલ્લાનો ભાગ રહેલા વિરમગામ તાલુકાને તે વિરમગામ જિલ્લો બનાવશે. ખાસ વાત છે કે, વિરમગામને જિલ્લો બનાવવાની માગણી છેલ્લા 25 વર્ષથી કરવામાં આવી રહી છે. આ માટે ઘણા આંદોલન અને ધરણા કરવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ આ મુદ્દે નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો અનેક વચનો આપી ચૂક્યા છે, જોકે તેમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
ત્યારે ખાસ જોવાનું રહેશે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના મધ્યમાં આવેલા આ વિરમગામને જિલ્લો બનાવવાની હાર્દિક પટેલનું વચન ચૂંટણી બાદ જો તે જીતે તો પૂરું કરશે કે પછી અગાઉના નેતાની જેમ માત્ર વચનો આપીને ભૂલી જશે.
ADVERTISEMENT
હાર્દિક પટેલે અન્ય કયા વચનો આપ્યા?
હાર્દિક પટેલે પોતાના વચનોમાં અન્ય કેટલીક બાબતોને પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં વિરમગામ, નળકાંઠા વિસ્તાર, માંડલ તથા દેત્રોજમાં વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી છે. હાર્દિક પટેલે સૌથી પહેલા જ વિરમગામ જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે. સાથે જ અમદાવાદના કાંકરિયા તળાવ જેમ મુનસર અને ગંગા તળાવનો પણ વિકાસ કરાશે. નળકાંઠા, માંડલ અને દેત્રોજમાં 50 બેડની નવી હોસ્પિટલ બનાવવાની, વિરમગામમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજ બનાવવાનું વચન આપ્યું છે. ઉપરાંત સ્પાર્ટ્સ કોમ્પલેક્ષ, બાગ-બગીચા બનાવવાના વચનો આપ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT