હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશ લડી રહ્યા છે તે ત્રણેય બેઠકો પર મતદાન ઘટ્યું, પરિણામ પર થશે અસર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાઈ ગયું. જેમાં બીજા તબક્કાની 93 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 64 ટકા જેટલું મતદાન થયું છે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ તમામ બેઠકો પર ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે જે મતદારોની નિરસતા દર્શાવી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં સૌથી લોકપ્રિય યુવા ચહેરાઓ રહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ચૂંટણી લડી રહ્યા હતા તે મત વિસ્તારમાં પણ 2017 કરતા ઓછું મતદાન થયું છે.

કયા નેતાની સીટ પર કેટલું મતદાન થયું
હાર્દિક પટેલની વાત કરીએ તો વિરમગામની સીટ પરથી ભાજપની ટિકિટ પર તેઓ ચૂંટણી લડ્યા હતા. વિરમગામમાં આ વખતે 60.31 ટકા જેટલું મતદાન થયું છે, જે વર્ષ 2017ની સરખામણીએ 7 ટકા જેટલો ઘટાડો છે. જ્યારે અલ્પેશ ઠાકોર લડી રહ્યા છે તે ગાંધીનગર દક્ષિણ બેઠક પર 58 ટકા જેટલું મતદાન થયું હતું, જે 2017ની સરખામણીએ 12 ટકા જેટલો મોટો ઘટાડો છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીની વડગામ બેઠક પર 60 ટકા જેટલું મતદાન થયું છે, જ્યારે 2017માં અહીં 72 ટકા જેટલું મતદાન થયું હતું.

CMની સીટ પર પણ મતદાન ઘટ્યું
બીજા તબક્કાની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં મતદાનમાં 2017ની સરખામણીએ મોટો ઘટાડો નોંધાયો છે. શહેરની એકપણ સીટ પર મતદાન ગત ટર્મ કરતા વધ્યું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2017માં જ્યાંથી ચૂંટણી લડ્યા તે ઘાટલોડિયા સીટ પર આ વખતે 55.04 ટકા મતદાન થયું છે, જ્યારે 2017માં અહીં 78 ટકા જેટલું મતદાન થયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT