‘માહીભાઈ સામે હારવું પણ મંજૂર’, IPLની ફાઈનલ હાર્યા બાદ હાર્દિક પંડ્યાના કેમ વખાણ થઈ રહ્યા છે?
અમદાવાદ: IPL 2023 સીઝનમાં ઘણી રોમાંચક મેચ જોવા મળી હતી. જો કે, તેમ છતાં, આ વખતે 74 મેચોની ટૂર્નામેન્ટમાં, ચાહકોને એક પણ સુપર ઓવર મેચ…
ADVERTISEMENT
અમદાવાદ: IPL 2023 સીઝનમાં ઘણી રોમાંચક મેચ જોવા મળી હતી. જો કે, તેમ છતાં, આ વખતે 74 મેચોની ટૂર્નામેન્ટમાં, ચાહકોને એક પણ સુપર ઓવર મેચ જોવા મળી નથી. આઈપીએલ 2023 સીઝનની પ્રથમ મેચથી લઈને છેલ્લી મેચના છેલ્લા બોલ સુધી બરાબરીની ટક્કર જોવા મળી હતી. જેમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાલી ગુજરાત ટાઈટન્સને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 5 વિકેટે હરાવ્યું હતું. જે બાદ ધોનીને ગુરુ માનનાર ગુજરાત ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ તેની જીતથી ખુશ જોવા મળ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલ હાર બાદ હાર્દિક પંડ્યાએ તેની ટીમ વિશે કહ્યું, “મને લાગે છે કે અમે એક ટીમ તરીકે ઘણા બોક્સ ટિક કર્યા છે. અમે બધા દિલથી રમીએ છીએ અને તે જ પ્રકારની ફાઈટિંગ સ્પીરિટ છે. તેનાથી મને ટીમ પર ગર્વ છે. અમારી ટીમનું પણ એક સૂત્ર છે કે અમે સાથે મળીને જીતીએ અને એકસાથે હારીએ છીએ. હું બહાના બનાવવા માંગતો નથી. ચેન્નાઈની ટીમે અમારા કરતા સારી રમત બતાવી છે. અમે સારી બેટિંગ કરી અને સાઈ સુદર્શનનું પ્રદર્શન અદ્ભુત હતું. અમે અમારા ખેલાડીઓનું સમર્થન કરી રહ્યા છીએ અને પ્રયાસ કરીએ છીએ કે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીએ.”
ADVERTISEMENT
ધોનીથી હારવાનું પણ પસંદ
બીજી તરફ બોલરો અને ધોની માટે હાર્દિક પંડ્યાએ કહ્યું, “પરંતુ તેમની સફળતા તેમની સફળતા છે. મોહિત, શમી અને રાશિદે જે રીતે બોલિંગ કરી છે, તે ખરેખર વખાણવાલાયક છે. હું મહેન્દ્ર સિંહ ધોની માટે ખૂબ જ ખુશ છું અને મારા નસીબમાં આ લખાયેલું હતું.” જો મારે હારવાનું હોય, તો હું તેમની સાથે હારવાનું પસંદ કરીશ. કારણ કે તમે સારા લોકો સામે હારી જાઓ તો પણ કોઈ દુઃખ નથી અને તે હું જાણું છું તેવા શ્રેષ્ઠ લોકોમાંથી એક છે. ભગવાન મારા પર પણ મહેરબાન રહ્યા છે પરંતુ આજની રાત તેમની હતી.”
ADVERTISEMENT