ચાલુ મેચમાં Hardik Pandyaનો પારો છટક્યો, ડગઆઉટમાં બેઠેલા ટીમના જ ખેલાડીઓને ગાળો આપી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલકાતા: હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં તેને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. વન-ડેમાં રોહિત શર્માનું કમબેક થયું પરંતુ 50 ઓવરના ફોર્મેટમાં હવે તેના સ્થાને કે.એલ રાહુલને ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે. હાર્દિક સતત પોતાના વ્યવહારના કારણે ચર્ચામાં રહેતા આવ્યા છે. કોલકાતામાં ઈડન ગાર્ડન પર રમાયેલી વન-ડે મેચ દરમિયાન પણ તે પોતાના વ્યવહારના કારણે ચર્ચામાં આવી ગયા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક કથિત રીતે સ્પિનર યજુર્વેન્દ્ર ચહલને ગાળો આપતા સંભળાય છે.

સોશિયલ મીડિયામાં હાર્દિકનો વીડિયો વાઈરલ
ભારતની ફિલ્ડીંગ દરમિયાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક અને ચહલ એકપણ દેખાતા નથી. 12મા ખેલાડી તરીકે ચહલને આ જવાબદારી સોંપવામાં આવી હતી કે ઓવર પૂરી થયા બાદ ટીમના સદસ્યોને પાસે આવીને પાણી પીવડાવે. ચહલ કદાચ પાણી લાવવાની જગ્યાએ ડગઆઉટમાં જ બેઠો રહ્યો અને હાર્દિક પંડ્યાને કથિત રૂપે પાણીની જરૂર હતી.

હાર્દિકના વર્તનથી ફેન્સ નારાજ
આ કારણે જ તેણે યજુર્વેન્દ્ર ચહલને પાણી લઈને આવવા માટે બુમ પાડી હતી. જોકે પાણી ન મળવાથી હાર્દિક પંડ્યા એટલો નારાજ થઈ ગયો કે તેણે યજુર્વેન્દ્ર ચહલ પર પોતાનો ગુસ્સો કાઢતા તેને ગાળો આપીને મેદાન પર બોલાવ્યો. જે વીડિયોમાં સાંભળી શકાય છે. વીડિયોના શબ્દોને જોતા તેને Gujarat Tak શેર કરી શકતું નથી. જોકે વીડિયો વાઈરલ થયા બાદથી જ હાર્દિકના આ વ્યવહાર પ્રત્યે ફેન્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT