રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ: 2 અધિકારીઓને પ્રેસિડન્ટ મેડલ, 12 અધિકારીઓને મળશે પોલીસ મેડલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગણતંત્ર દિવસ 2023ના પર્વ નિમિતે પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ અનાયત કરવાની સત્તાવાર  જાહેરાત કરી છે. દેશના તમામ રાજ્યના પોલીસ કર્મીની કામગીરીને લઈ મેડલ આપવામાં આવે છે.  ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યમાં પોલીસ બેડામાં આજે ખુશીની લહેર પ્રસરી છે. આજે વિશિષ્ટ સેવા અંગે રાજ્યના એક સાથે પોલીસ કર્મીને  રાષ્ટ્રપતિ મેડલ માટે નામ જાહેર થયા છે ત્યારે  અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. આમ કુલ 14 પોલીસ અધિકારીઓ અને જવાનોને મહામહીમ રાષ્ટ્રપતિ મેડલ જાહેર થયા છે.

પોલીસ વડાએ પાઠવ્યા અભિનંદન 
રાજ્યના એક સાથે 14 પોલીસ અધિકારીઓ અને જવાનોને મહામહીમ રાષ્ટ્રપતિ મેડલ જાહેર થયા છે. ત્યારે આ ગણતંત્ર દિવસે તમામને મેડલ એનાયત કરવામાં આવશે. આ તકે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામને અભિનંદન પાઠવ્યા

ADVERTISEMENT

વિશિષ્ટ સેવા અંગે પોલીસ મેડલ (PPM)
ADGP અનુપમસિંહ ગેહલોત
ATSના DSP કે.કે. પટેલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં આજે પણ ઈન્કમટેકસના દરોડા યથાવત, જામનગરની શીપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર તવાઈ

ADVERTISEMENT

પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ (PM)
ગૌતમ પરમારને
પરીક્ષિતા રાઠોડને
ભાવેશ રોજીયા
જિતેન્દ્રસિંહ વાઘેલા
પ્રદ્યયુમનસિંહ વાઘેલા
કિરીટસિંહ રાજપુત
ભગવાનભાઈ રંજા
ઝુલ્ફીકાર ચૌહાણ
હિતેશકુમાર પટેલ
અજયકુમાર સ્વામી
બાલકૃષ્ણત્રિવેદી
યુવરાજસિંહ રાઠોડ

ADVERTISEMENT

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT