MCD ચૂંટણી: AAPના MLAને ભીડે દોડાવી-દોડાવીને ફટકાર્યા, BJPએ વીડિયો શેર કરી ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો
દિલ્હી: દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પર ભાજપ તરફથી સતત વીડિયો બોમ્બ ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક સ્ટીંગ દ્વારા તો ક્યારેક ભ્રસ્ટાચારના…
ADVERTISEMENT
દિલ્હી: દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પર ભાજપ તરફથી સતત વીડિયો બોમ્બ ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક સ્ટીંગ દ્વારા તો ક્યારેક ભ્રસ્ટાચારના આરોપ લગાવાઈ રહ્યા છે. આ વચ્ચે AAPના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવનો એક વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ભીડ ગુલાબ સિંહ યાદવની પીટાઈ કરતા દેખાય છે. તેમના પર આરોપ છે કે તેમણે MCDની ચૂંટણીમાં ટિકિટો વેચી છે. ખાસ વાત છે કે ગુલાબસિંહ યાદવ ગુજરાતની ચૂંટણીમાં કેમ્પેઈન કમિટીના ઈન્ચાર્જ છે.
ગુલાબસિંહ યાદવને કાર્યાલયમાં જ ભીડે માર માર્યો
હજુ સુધી આમ આદમી પાર્ટી દ્વારા આ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ ભાજપે ચૂંટણીની સીઝનમાં આ વાતને મોટો મુદ્દો બનાવી લીધો છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ આ વીડિયો ટ્વીટર પર શેર કરતા લખ્યું છે કે, સાચી રાજનીતિ કરનારી પાર્ટીના કાર્યાલયથી સામે આવતી તસવીર. AAPનો ભ્રષ્ટાચાર તો એવો છે કે ખુદ કાર્યકર્તા પણ ધારાસભ્યને છોડી નથી રહ્યા. MCD ચૂંટણીમાં પણ આવું જ કંઈ પરિણામ આવવાનું છે. જ્યારે તજિંદર સિંહ બગ્ગાએ પણ કટાક્ષ કરતા લખ્યું કે, પૈસા લઈને ટિકિટ વેચવાના આરોપમાં આપ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવની સમર્થકોએ પિટાઈ કરી દીધી.
ADVERTISEMENT
बाहर का वीडियो भी आ गया गुलाब भाई का https://t.co/UTTRaJalx8 pic.twitter.com/MSYDmUJcrW
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) November 21, 2022
BJPએ ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો
વાઈરલ વીડિયોની વાત કરીએ તો પહેલા AAP ઓફિસમાં ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવની કાર્યકર્તાઓ સાથે બેઠક થતી દેખાય છે. પછી આ બેઠકમાં અચાનક ધારાસભ્ય સાથે કાર્યકર્તાઓની બબાલ શરૂ થઈ જાય છે. આ બાદ ગુસ્સામાં AAPના ધારાસભ્ય સાથે ધક્કા-મુક્કી શરૂ કરીને કાર્યકર્તાઓ તેમને મારે છે. ગુલાબસિંહ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે તો તેમની પાછળ દોડી-દોડીને માર મારવામાં આવે છે. આ પહેલા ભાજપને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસથી AAPમાં જોડાયેલા બિંદુને ટિકિટ આપવા 80 લાખ રૂપિયા માગવામાં આવ્યા. આ વિશે તેમણે એક સ્ટીંગ જાહેર કર્યું હતું. જોકે AAPએ વીડિયોને નકલી બતાવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT