ગુજરાતના સૌથી ગરીબ ધારાસભ્ય, BPL કાર્ડ ધારક MLAના ઘરે આજે પણ ચુલા પર જમવાનું બને છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/સાબરકાંઠા: આજનો યુગે સામાન્ય ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીત મેળવનારા ઉમેદવારો પાંચ વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરે છે. ત્યારે ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહી ચૂકેલા જેઠાભાઇ રાઠોડ આજની તારીખે પણ બીપીએલ ધારાસભ્ય તરીકે જીવી રહ્યા છે. પાંચ દીકરાઓ, તેમજ પાંચ પુત્રવધુઓનો પરિવાર ધરાવનારા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ ઝંખી રહ્યા છે. ત્યારે સમગ્ર જીવન નીતિમત્તા, ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવ્યા હોવા છતાં આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા અપાતા બીપીએલ કાર્ડનો લાભ મેળવી જીવન વ્યતીત કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત દેશના તમામ ધારાસભ્યો માટે જેઠાભાઇ રાઠોડ નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યું છે તેમને સમગ્ર જીવન અન્યો માટેની સેવા માટે વ્યતિત કર્યું છે.

17 હજારથી વધુ મતથી લીડ મેળવી જીત્યા હતા
ગુજરાત વિધાનસભામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા ધારાસભ્ય જેઠાભાઇ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર બીપીએલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બની રહ્યા છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્ ના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ રાઠોડ સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. તેમજ એસ.ટી.બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા. દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચ વર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામને પ્રાધાન્ય આપ્યું હતું. જેને લોકો આજે પણ યાદ રાખે છે. આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખદુઃખમાં ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા કોઈ સહાય નથી કરાઈ. આવા ધારાસભ્યની આજના નેતાએ શીખ લેવાની જરૂરી છે.

ADVERTISEMENT

ધારાસભ્ય હોવા છતાં આજ સુધી પેન્શન નથી મળ્યું
સાબરકાંઠા જિલ્લામાં એસ.ટી અનામત બેઠક તરીકે ખેડબ્રહ્મા વિધાનસભા આઝાદીથી આજ દિન સુધી કેટલાય ધારાસભ્યો મેળવી ચૂકી છે. જોકે સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈ રાઠોડનું નામ વિશેષ રીતે જાણીતું છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમના કામને લોકો આજે પણ યાદ રાખે છે. આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખદુઃખમાં ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા નથી કોઈ સહાય મળી કે નથી પેંશનનો લાભ એક તરફ પૂર્વ ધારાસભ્ય માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય નથી મળ્યો તો બીજી તરફ જે તે સમયે અદાલતમાં જઇ ન્યાય મેળવવાની ગુહાર લગાવતા નિર્ણય પણ તેમના પક્ષે આવ્યો હોવા છતાં આજદિન સુધી પેન્શન મળી શક્યું નથી.

ADVERTISEMENT

દીકરા અને વહુઓ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે
સ્થાનિક લોકોના આંખના આંસુ લૂછનાર ધારાસભ્યની આજે પોતાની પરિસ્થિતિ સામે જોવા માટેનો પણ સમય સરકાર પાસે નથી. જો કે ધારાસભ્યનું માનીએ તો પાંચ દીકરા અને પાંચ પુત્રવધૂઓ મજૂરી કરી આજે તેમનો જીવન નિર્વાહ ચલાવે છે. આજની તારીખે એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નેતાઓની કમાણી પાંચ વર્ષમાં લાખોની સંપત્તિ બની જાય છે. જ્યારે બીજી તરફ પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરનારા આ ધારાસભ્ય પાસે આજની તારીખે બીપીએલ રેશનકાર્ડ તેમજ વારસદારો તરફથી મળેલું મકાન એ જ તેમની મૂડી છે. ત્યારે પ્રમાણિકતા અને નિષ્ઠા કેટલા અંશે જેઠાભાઇ રાઠોડના જીવનમાં સફર બની રહે છે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT