ન્યૂઝિલેન્ડમાં દરિયામાં પડેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત, પત્નીની આંખ સામે જ પતિ તણાઈ ગયો
અમદાવાદ: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં બીચ પર ફરવા માટે ગયેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત થયા છે. અંશુલ શાહ અને સૌરીન પટેલ નામના યુવક અન્ય મિત્ર…
ADVERTISEMENT
અમદાવાદ: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં બીચ પર ફરવા માટે ગયેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત થયા છે. અંશુલ શાહ અને સૌરીન પટેલ નામના યુવક અન્ય મિત્ર અપૂર્વ મોદી તથા તેમની પત્નીઓ સાથે પીહા બીચ પર ફરવા ગયા હતા. જેમાં પત્નીની નજર સામે જ અંશુલ તથા સૌરીન નામના યુવકનું મોત થયું હતું. ત્યારે હાલ તો યુવકોના મોતથી પરિવારજનો ભારે આઘાતમાં છે.
દરિયાના પાણીમાં ગયા હતા ત્રણ મિત્રો
વિગતો મુજબ, અમદાવાદના અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી મિત્રો હતા. અંશુલ વર્ક વીઝા પર તેની પત્ની સાથે ન્યૂઝિલેન્ડ ગયો હતો અને ગેસ સ્ટેશન પર કેસીયરની નોકરી કરતો હતો. જ્યારે સૌરીન 2018માં સ્ટુડન્ટ વિઝા પર ન્યૂઝિલેન્ડ ગયો હતો અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતો. ઓગસ્ટ 2022માં જ તેને નોકરી કરી હતી. અંશુલ, સૌરીન અને અપૂર્વ પીહા બીચ પર દરિયાના પાણીમાં ગયા હતા. ત્યારે અચાનક મોટું મોજું આવતા સૌરીન અને અંશુલ વહી ગયા હતા, જ્યારે અપૂર્વને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
મૃતદેહોને ભારત લાવવા હાઈ કમિશન પાસે મદદ મગાઈ
સમગ્ર ઘટના બનતા કોઈએ 111 પર ફોન કર્યો હતો અને 15 મિનિટ પછી કોસ્ટ ગાર્ડ્સ આવ્યા હતા. જેમણે 30 મિનિટ બાદ દરિયામાં ડૂબેલા બંને યુવાનોને કિનારે લઈ આવ્યા હતા. બંનેને CPR આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમના જીવ બચી શક્યા નહોતા. પોસ્ટ મોર્ટમ બાદ બંને યુવકોનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારે તેમને ભારત લાવવા માટે ખર્ચા સહિતની વ્યવસ્થા માટે હાઈ કમિશનની મદદ માગવામાં આવી છે.
આ પણ વાંચો
ADVERTISEMENT
સ્થાનિક પોલીસે શું કહ્યું?
સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીહા બીચ પર ઈમરજન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવી લેવામાં આવ્યા હતા. લાઈફગાર્ડ્સ દ્વારા બે લોકોને કિનારા પર લવાતા તેઓ બેભાન હતા. બંનેને તાત્કાલિક CPR આપી જીવતા કરવાનો પ્રયાસ કરાયો પરંતુ તેમાં નિષ્ફળતા મળી.
ADVERTISEMENT