ગુજરાતીઓએ રાત્રે 12 ના ટકોરે 2023 ને કર્યું વેલકમ, પોલીસ તંત્ર રહ્યું ખડેપગે
અમદાવાદ: ગુજરાતીઓ તહેવારની ઉજવણીમાં અવલ્લ રહે છે. આ દરમિયાન આખું વિશ્વ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના મેગા સીટી જેવા કે દિલ્હી, મુંબઈ,…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતીઓ તહેવારની ઉજવણીમાં અવલ્લ રહે છે. આ દરમિયાન આખું વિશ્વ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના મેગા સીટી જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોઆ અને ગુજરાતમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. યુવાનોએ અડધી રાત્રે 12 ના ટકોરે આતિશબાજી કરી હતી. નાના-મોટા સૌ કોઇ નવા વર્ષને નવી આશાઓ સાથે આવકાર્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે ગીત-સંગીતની ધુન પર લોકો ઝુમી ઉઠયા હતા.
કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા ૩ વર્ષથી થર્ટી ફર્સ્ટની જાહેરમાં અને રંગારંગ ઉજવણીને નિયંત્રણોનું ગ્રહણ નડી ગયું હતું. તે સામે આ વખતે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનને લઇને કોઇ કડક નિયંત્રણો નહિ હોવાથી યુવા વર્ગ ઉજવણીને લઇને થનગનાટ જોવા મળ્યો હતો. . તેમાં પણ આજે શનિવાર એટલે કે વીકએન્ડ હોવાના કારણે પાર્ટી રસિયાઓનો ઉત્સાહ બેવડાઇ ગયો છે. પાર્ટીના આયોજન સાથે લોકો થટી ફર્સ્ટનની ઉજવણીમાં મગ્ન થઇ ગયા હતા. શનિવાર અને આજે રવિવાર હોવાથી લોકો ફરવાના સ્થળોએ પહોંચી ગયા હતા. જ્યારે યુવાનોએ અડધી રાત્રે 12 ના ટકોરે આતિશબાજી કરી હતી. દિલ્હી-ગોવા-મુંબઇ-કોલકતા-મુસરી-આબુ-ઉદયપુર સહિત શહેરોમાં ભવ્યાતી ભવ્ય ઉજવણી કરી હતી. હોટલો-રેસ્ટોરન્ટ-ફાર્મ હાઉસો વગેરેમાં રાતભર પાર્ટીના આયોજનો થયા છે. રાત્રે 12 વાગતા જ આતશબાજીની ધુમ મચી હતી. આકાશ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું હતું. નાના-મોટા સૌ કોઇ નવા વર્ષને નવી આશાઓ સાથે આવકાર્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે ગીત-સંગીતની ધુન પર લોકો ઝુમી ઉઠયા હતા.
પોલીસ એક્શન મોડ પર રહી
વર્ષ 2023 ને આવકારવા રાતના બરાબર 12ના ટકોરે લોકોએ ફટાકડા ફોડી તથા આતશબાજી કરીને નવા વર્ષના વધામણા કર્યા હતા. અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેરોમાં નવા વર્ષની પાર્ટીઓનું પણ આયોજન કરાયું હતું. ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસ એક્ટિવ જોવા મળી હતી. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે ઠેર ઠેર સઘન ચેકિંગ કરીને નશો કરીને ફરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં મધરાતે સૌથી વધુ 40 પ્રોહિબીશનના કેસ સરદાર નગર પોલીસ મથકે નોંધાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT