US ઘુસવાની લ્હાયમાં વધુ એક ગુજરાતી પરિવારનો માળો વિખેરાયો, કલોલના યુવકનું મોત, પત્ની-બાળક ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમેરિકામાં કોઈપણ ભોગે પહોંચવાની લ્હાયમાં ભારતીય પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ વર્ષે જ ફ્રેબ્રુઆરીમાં કેનેડાથી ગેરકાયદેસર અમેરિકા પહોંચવા જતા ડિંગુચોને પરિવાર મોતને ભેટ્યો હતો, ત્યારે હજુ પણ અમેરિકા બોર્ડર પર આવી જ સ્થિતિ છે. કલોલનો એક પરિવાર હવે દુર્ઘટનાનો ભોગ બન્યો છે, જેમાં મેક્સિકોથી 30 ફૂટ ઊંચી દિવાલ પર ચઢીને અમેરિકામાં પહોંચવાના પ્રસાસમાં નીચે પટકાતા પતિનું મોત થયું છે, જ્યારે પત્ની અને પુત્ર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

યુ.એસ-મેક્સિકો બોર્ડરે 30 ફૂટ ઊંચેથી પડ્યો પરિવાર
કેનેડામાં હાલમાં ચાલી રહેલા ભારે હિમવર્ષા વચ્ચે એજન્ટો હવે મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘુસાડી રહ્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ કલોલના બ્રિજેશકુમાર તેમના પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા નીકળ્યા હતા. મેક્સિકો અને અમેરિકા બોર્ડર પર આવેલી 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલથી પર બ્રિજેશકુમાર અને તેમનો પરિવાર ચઢ્યો હતો, જોક ત્યાંથી ત્રણેય નીચે પડતા બ્રિજેશકુમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું નિધન થયું હતું, જ્યારે પત્ની અને પુત્રને ગંભીર હાલતમાં મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

40 જેટલા લોકોના ગ્રુપને એજન્ટે મોકલ્યા હતા
વિગતો મુજબ, કલોલના એજન્ટે 40 જેટલા લોકોના ગ્રુપને અમેરિકા ઘુસાડવા મેક્સિકો બોર્ડરે મોકલ્યા હતા. જેમાં કોઈ કારણોસર આ પરિવાર દિવાલ ઉપરથી નીચે પટકાતા પળવારમાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. નોંધનીય છે કે અમેરિકા-મેક્સિકો બોર્ડરે 30 ફૂટ ઊંચી દિવાલ છે, જોકે ઘણી જગ્યાએ ફેન્સિંગ અને દિવાલમાં પડેલા કાણામાંથી એજન્ટો લોકોને અમેરિકા ઘુસાડતા હોય છે અને પરિવારદીઠ તેમની પાસેથી 60 લાખ જેવી મોટી રકમ વસૂલતા હોય છે.

ADVERTISEMENT

ડિંગુચાના પરિવારનું કેનેડા બોર્ડરે થયું હતું મોત
નોંધનીય છે કે, આ વર્ષે જ ફ્રેબુઆરીમાં પણ ડિંગુચાનો એક પરિવાર કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે બરફના તોફાનમાં આખો પરિવાર ત્યાં જ ફસાઈ ગયો અને આખરે મૃત્યુ પામ્યો હતો. આ કેસમાં તેમને મોકલનારા એજન્ટની પણ હાલમાં જ ધરપકડ કરાઈ છે, ત્યારે કલોલના વધુ એક પરિવાર સાથે આ પ્રકારની જ ઘટના બની છે. જે ખૂબ જ ચિંતાનજક બાબત કહી શકાય.

    follow whatsapp

    ADVERTISEMENT